રામવિલાસ પાસવાનને હોસ્પિટલમાં દાખલ કરાયા
નવીદિલ્હી, કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનની તબિયત બગાડવા પર ગ્દિલ્હીના ફોર્ટિસ એસ્કોર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમને ફેફસા અને કિડનીમાં પરેશાનીની ફરિયાદને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ૭૪ વર્ષીય રામવિલાસ પાસવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે હાલ તેમની હાલત સ્થિર છે તેમની સારવારમાં લાગેલ ડોકટરોનું કહેવુ છે કે પાસવાનને અનેક રીતની પરેશાની છે તેમનું હ્દય પણ ઠીક રીતે કામ કરી રહ્યું નથી પરંતુ રાહતની વાત એ છે કે હાલ તેમની સ્થિતિ છે કેન્દ્રની મોદી સરકારમાં ગ્રાહકો અને મામલા અને ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયનો પદભાર સંભાળી રહેલ રામ વિલાસ બિહારની લોકજનશક્તિ પાર્ટીના પ્રમુખ છે તે છેલ્લા ૩૨ વર્ષોમાં અત્યાર સુધી તે ૧૧ ચુંટણી લડી ચુકયા છે અને નવ ચુંટણી જીતી ચુકયા છે રામવિલાસ છ વાર કેન્દ્રીય મંત્રી રહી ચુકયા છે. ૧૬મી લોકસભામાં તે બિહારની હાજીપુર લોકસભા બેઠકથી સાંસદ છે.HS