રામવિલાસ પાસવાનનો પાર્થિવદેહ પટણા ખાતે તેમના ઘરે પહોંચ્યો: રાષ્ટ્રપતિ કોવિંદ- વડાપ્રધાન મોદીએ શ્રદ્ધાંજલિ આપી
પટણા, કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનો પાર્થિવદેહ એઇમ્સથી તેમના 12 જનપથસ્થિત સરકારી ઘરે પહોંચી ગયો છે. અહીં નરેન્દ્ર મોદી સહિતના તમામ નેતા પાસવાનને શ્રદ્ધાંજલિ આપશે. સાંજે 3 વાગ્યે તેમના પાર્થિવદેહને પ્લેનથી પટણા લઈ જવામાં આવશે. અહીં પાર્થિવદેહને લોજપા ઓફિસમાં પણ અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે. શનિવારે પટણાના દીઘાઘાટ પર રાજકીય સન્માનની સાથે તેમના પાર્થિવદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
પાસવાનનું ગુરુવારે 74 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું. તેઓ છેલ્લા થોડા મહિનાથી બીમાર હતા અને 22 ઓગસ્ટથી હોસ્પિટલમાં દાખલ હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાસવાનના નિધન પર કહ્યું હતું કે હું મારું દુ:ખ શબ્દોમાં વર્ણવી નહીં શકું. મેં મારો દોસ્ત ગુમાવી દીધો છે. પાસવાન મોદી કેબિનેટમાં સૌથી વધુ ઉંમરવાળા મંત્રી હતા.
પાસવાન 11 સપ્ટેમ્બરે હોસ્પિટલમાં દાખલ થયા હતા. એઇમ્સમાં 2 ઓક્ટબરની રાતે તેમની હાર્ટ સર્જરી થઈ હતી. એ પહેલાં પણ એક બાયપાસ સર્જરી થઈ ચૂકી હતી.