Western Times News

Gujarati News

રામાનુજની 1000મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે 216 ફૂટ ઉંચી SOEનું ઉદ્ઘાટન

પ્રધાનમંત્રીએ શ્રી રામાનુજનાં શાશ્વત ઉપદેશોની ઉજવણી કરવા 216-ફીટ ઊંચી સ્ટેચ્યૂ ઓફ ઇક્વાલિટીનું ઉદ્ઘાટન કર્યું

11મી સદીના ભક્તિ સંત અને સામાજિક સુધારક શ્રી રામાનુજના શાશ્વત ઉપદેશો સાથે આખી દુનિયાને પ્રેરિત કરવા આંતરરાષ્ટ્રીય સ્તરે આધ્યાત્મિક ઝોન બનાવવાની ઐતિહાસિક પહેલની પ્રશંસા કરી સ્ટેચ્યૂનું  લોકાર્પણ 12-દિવસના શ્રી રામાનુજ સહસ્ત્રાબ્દી સમારોહમ એટલે કે શ્રી રામાનુજની 1000મી જન્મજયંતિની ઉજવણીનો ભાગ છે, જેની શરૂઆત વિશ્વના સૌથી મોટા શ્રી લક્ષ્મી નારાયણ મહાયજ્ઞ સાથે 2 ફેબ્રુઆરી, 2022ના રોજ થઈ છે

હૈદરાબાદ, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આજે દુનિયાને 216 ફીટની સ્ટેચ્યૂ ઓફ ઇક્વાલિટી (સમાનતાની પ્રતિમા) અર્પણ કરી હતી, જે શ્રી રામાનુજાચાર્યના તમામ ધર્મ, જ્ઞાતિ અને પંથના લોકો વચ્ચે ખરાં અર્થમાં સમાનતાની ભાવનાને પ્રોત્સાહન આપવાના ઉપદેશની ઉજવણી છે.

પ્રધાનમંત્રીએ પ્રતિમા ધરાવતા 45 એકર મંદિરના સંકુલની મુલાકાત લીધી હતી અને હૈદરાબાદમાં શમ્શાબાદમાં 108 દિવ્ય દેસમ્સને સમકક્ષ છે.

સ્ટેચ્યૂ ઓફ ઇક્વાલિટીનું લોકાર્પણ હાલ ચાલુ 12-દિવસીય શ્રી રામાનુજા સહસ્તાબ્દી સમારોહમ એટલે કે શ્રી રામાનુજની 1000મી જન્મજયંતિની ઉજવણીનો ભાગ છે, જેની શરૂઆત 2 ફેબ્રુઆરી, 2022થી થઈ છે. પરમ આદરણીય ચિન્ના જીયર સ્વામી આ સમારંભના અધ્યક્ષ હતા, જેમાં દુનિયાભરમાંથી રાજકારણીઓ, સેલિબ્રિટીઓ અને હજારો શ્રદ્ધાળુઓ સામેલ થયા હતા.

સ્ટેચ્યૂ ઓફ ઇક્વાલિટી ‘પંચલોહા’ એટલે કે પંચધાતુઓઃ સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ અને જસતના સમન્વયમાંથી બની છે. 54 ફીટનો આધાર ધરાવતું ‘ભદ્ર વેદી’ નામનું બિલ્ડિંગ વેદિક ડિજિટલ લાઇબ્રેરી અને સંશોધન કેન્દ્ર, પ્રાચીન ભારતીય ગ્રંથો, એક થિયેટર, શ્રી રામાનુજાચાર્યના ઘણા કાર્યોની જાણકારી આપતી ગેલેરીના વિવિધ માળ ધરાવે છે.

આ પ્રસંગે પોતાના સંબોધનમાં શ્રી મોદીજીએ કહ્યું હતું કે, “મને સ્ટેચ્યૂ ઓફ ઇક્વાલિટીનું લોકાર્પણ કરવાની ક્ષણના સાક્ષી થવા પર ગર્વ છે. આ ખરેખર દરેક ભારતીય માટે અતિ ગર્વની ક્ષણ છે. ભારત ઘણા પ્રતિભાશાળી લોકોની ભૂમિ છે અને તેમાંથી એક શ્રી રામાનુજાચાર્ય હતા,

જેમણે આપણને તમામ જ્ઞાતિ, પંથ અને જાતિ વચ્ચે સમાનતાનો બોધપાઠ શીખવ્યો હતો. સ્ટેચ્યૂ ઓફ ઇક્વાલિટી આપણા દેશને સમાનતાના દ્રઢ વિશ્વાસ ધરાવવામાં મોખરે રાખે છે. આપણો દેશ દુનિયામાં સૌથી વધુ વિવિધતા ધરાવતો દેશ પૈકીનો એક છે. હું પરમ પૂજ્ય ત્રિદંડી ચિન્ના જીયર સ્વામીજીનો આભાર માનું છું, જેમણે ભારતના હાર્દ સમાન સમાનતા અને એકતાનું આ પ્રતીક આપણા દેશને અર્પણ કરવાની પહેલ હાથ ધરી હતી.”

સ્ટેચ્યૂ ઓફ ઇક્વાલિટીના ભવ્ય લોકાર્પણ પ્રસંગે દરેકને આવકાર આપતા પરમ આદરણીય ચિન્ના જીયર સ્વામીજીએ કહ્યું હતું કે, “ભગવદ રામાનુજાચાર્ય 1000 વર્ષ માટે સમાનતાના ખરાં અર્થમાં આઇકોન રહ્યાં હતાં અને આ પ્રોજેક્ટ સુનિશ્ચિત કરશે કે તેમના ઉપદેશોનો અમલ ઓછામાં ઓછા વધુ 1000 વર્ષ સુધી થશે. અમારું મિશન સ્ટેચ્યૂ ઓફ ઇક્વાલિટીને દુનિયાભરના લોકો માટે સાંસ્કૃતિક રીતે મહત્વપૂર્ણ સ્થાન બની જશે અને દુનિયામાં દરેકને જીવનમાં વધારે સમાનતા લાવવા પ્રેરિત કરશે.”

પવિત્ર અગ્નિને અર્પણ કરતી વેદિક આચાર શ્રી લક્ષ્મી નારાયણ મહા યજ્ઞ ‘સમારોહમ’ની શરૂઆતનું પ્રતીક છે. મહાયજ્ઞના 5000 વેદિક વિદ્વાનોની ભાગીદારી 2 ફેબ્રુઆરી, 2022ના રોજ સંપન્ન થઈ હતી, જેમાં 144 હોમશાળા પર 1035 ‘યજ્ઞકુંડો’ હાથ ધરવામાં આવ્યાં છે, જે આધુનિક ઇતિહાસમાં પ્રથમ પ્રકારનો સૌથી મોટો યજ્ઞ છે. આ આયોજનના ભાગરૂપે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી 13 ફેબ્રુઆરી, 2022ના રોજ અંદર રામાનુજની ચેમ્બરનું લોકાર્પણ કરશે.

શ્રી રામાનુજ સહસ્ત્રાબ્દી સમારોહમમાં ઘણી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ સામેલ છે, જેમ કે ચાર વેદની નવ શાખાઓનો મંત્રોચ્ચાર, મંત્ર રાજમ તરીકે જાણીતા અષ્ટઅક્ષરી મહામંત્રના જપ, ઇતિહાસ, પુરાણો અને આગમનનું ઉચ્ચારણ સામેલ છે. અષ્ટઅક્ષરી મહામંત્રનું મંત્રોચ્ચાર સમારોહમના અંતે એક કરોડ થઈ જશે એવી અપેક્ષા છે. આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત વર્ષ 2014માં થયું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.