રામોલમાં ત્રણ શખ્સોએ યુવાનને રહેંસી નાંખ્યો
(પ્રતિનિધિ)અમદાવાદ, આ ઘટનાની વિગત એવી છે કે, મરનાર નિખીલેશ રમાકાંતભાઈ મિશ્રા નામનો યુવાન છૂટક મજૂરી કરી પરીવારનું ગુજરાન ચલાવતો હતો. આશરે પાંચ દિવસ અગાઉ નિખિલેશે તેની માતા ગાયત્રીદેવીને જણાવ્યું હતું કે અજય રમેશભાઈ ખટીક તથા સાગર ખટીક પોલીસમાં પોતાની બોગસગીરી કરતા હતા.
જેનાં કારણે પોતે એ બંને સાથે વાત કરતાં બેથી ત્રણ વખત ઝઘડો થયો હતો. ઊપરાંત ત્રણ દિવસ અગાઉ ગાયત્રીદેવી ઘરની બહાર ગયા ત્યારે ત્યાં ઊભાં રહેલાં અજ્જુએ તેમને નિખિલેશને મારી નાંખવાની ધમકી આપી હતી. જન્માષ્ટમીની રાત્રે દસ વાગ્યે નિખિલેશનાં મિત્ર ગોવિંદ નારાયણભાઈ ખટીક સાથે રામરાજ્ય નગર બેઠા હતા.
અજય અને સાગર નિખિલેશ પર છરીઓ લઈને તુટી પડ્યો હતો અને શરીરનાં જુદાં જુદાં ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બાદમાં બંને હત્યારા ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જ્યારે સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યુ હતુ. આ બનાવમાં એક આરોપીની ધરપકડ કરી છે.