Western Times News

Gujarati News

રામોલમાં દારૂ ભરેલી કારનો મેટ્રોનાં પિલ્લર સાથે અકસ્માત

એસપી રીંગરોડ પર ૧૬૦૦ લિટર દેશી દારૂ ભરેલી બે કાર સાથે ચાર ઝબ્બે કુલ ૪ લાખની મત્તા ઝડપાઈ

અમદાવાદ: એક તરફ રાજ્ય સરકાર દારૂબંધીનાં અલ માટે તનતોડ મહેનત કરી રહી છે. બીજી તરફ રાજ્યમાં દારૂનો વેપલો કરવામાં બુટલેગરોએ કંઈ બાકી રાખ્યું નથી. ગુજરાતની તમામ બોર્ડરો સજ્જડ બંધ સીલ કર્યા છતાં નશાના વેપારીઓ વિદેશી દારૂનો વ્યાપાર સમગ્ર રાજ્યમાં ચલાવી રહ્યાં છે. પોલીસ દ્વારા જ વારંવાર દરોડા પાડીને જપ્ત કરવામાં આવતો મોટો દેશી-વિદેશી દારૂનો જથ્થો આ વાતની સાક્ષી પૂરે છે. આ પરિસ્થિતિમાં  ગઈકાલે રામોલમાં મેટ્રો ટ્રેનનાં થાંભલા સાથે એક દારૂ ભરેલી કાર અથડાતાં ચાલક કાર મુકીને નાસી ગયો હતો. કોઈ રાહદારીએ આ અંગેની જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને કારની તપાસ કરીને દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યાે છે. જ્યારે એસપી રીંગ રોડ ઉપર મોટાં પ્રમાણમાં દેશી દારૂનાં જથ્થાની ડીલીવરી થવાની બાતમી મળતાં જ ક્રાઈમ બ્રાંચની ટીમે બે કારને રોકી તેમાંથી ૧૬૦૦ લીટર કરતાં વધુ દેશી દારૂ સાથે ચાર શખ્સોની અટક કરી છે.

રામોલમાં સુરેલીયા એસ્ટેટ નજીક આવેલાં મેટ્રો ટ્રેનનાં પીલ્લર નં.૮૦-૮૧ નજીક રાત્રે આઠ વાગ્યાનાં સુમારે ધસમસતી આવેલી એક કારનાં ચાલકે કાબુ ગુમાવતાં કાર સીધી પીલ્લરમાં જઈને અથડાઈ હતી. ધડાકાભેર અથડાયેલી કારને જાઈ સૌ કોઈ ચોંક્યા હતા અને ડ્રાઈવરને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યાે હતો. જાકે હાર નીકળેલાં ડ્રાઈવર તુરંત ઘટના સ્થળેથી રવાના થઈ ગયો હતો. બીજી તરફ અકસ્માતનાં પગલે એકત્ર થયેલી ભીડે કાર તપાસતાં તેમાં વિદેશી દારૂની બાટલીઓ દેખાઈ હતી.

જેથી ભીડમાંથી કોઈએ ૧૦૦ નંબર ડાયલ કરતાં જ પેટ્રોલિંગમાં રહેલી રામોલ પોલીસ તુરંત સુરેલીયા એસ્ટેટ નજીકનાં ઘટનાં સ્થળે પહોંચી ગયા હતા અને કાર તપાસતાં તેમાં પાછલી સીટની નીચેથી એક પ્લાસ્ટીકનો કોથળો મળી આવ્યો હતો. જે વિદેશી દારૂનાં જથ્થાથી ભરેલી હતી. વધુ તપાસમાં કારમાંથી શૈલેષ ઠાકરજી પટેલ (ગુ.હા.કોલોની, કૃષ્ણનગર, સૈજપુર)નું ડ્રાઈવીંગ લાઈસન્સ અને તેનાં જ માલીકીનાં કારનાં દસ્તાવેજા પણ મળી આવ્યા હતાં. જેનાં પગલે પોલીસે શૈલેષની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે અને શૈલેષ આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો તથા ક્યાં લઈ જતો હતો એ દિશામાં તપાસ હાથ ધરી છે.

બીજી તરફ ક્રાઈમ બ્રાંચના એએસઆઈ સંજય તથા તેમની ટીમને બાતમી મળી હતી કે કેટલાંક ઈસમો બે કારમાં દેશી દારૂનો જથ્થો ખેડાથી લાવી કઠવાડા જીઆઈડીસી તરફ થઈ નિકોલ જવાનાં છે. આ બાતમીને આધારે એએસઆઈ સંજયભાઈ તથા તેમની ટીમ સરદાર પટેલ રીંગરોડ કઠવાડા-નિકોલ ચાર રસ્તા ખાતે ખાનગી વેશમાં ગોઠવાઈ હતી. અને રાત્રે સાડા દસ વાગ્યાનાં સુમારે માહિતી મુજબની બે કાર આવતાં તેમને કોર્ડન કરી લેવાઈ હતી.

આ બંને કારમાંથી (૧) ગણપત મટેરીયા (૨) સુનીલ-છારો (૩) અજય ઠાકોર અને રણજીતસિંહ રાજપૂત નામનાં શખ્સોની અટક કરાઈ હતી. અને તેમની પાસેથી ૬ મોબાઈલ ફોન, રોકડા રૂપિયા કબ્જે કરાયા હતાં. બંને કારની તપાસ કરતાં તેમાંથી ડ્રાઈવરની બાજુવાળી સીટ આગળ પાછળની સીટ નીચે પગ રાખવાની જગ્યાએથી તથા ડેકીમાંથી પ્લાસ્ટીકનાં બાંધેલા કોથળામાંથી કુલ ૧૬૩૨ લીટર જેટલો દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલાં આરોપીની પૂછપરછમાં મુખ્ય આરોપી સુનીલ છારો હોવાનું તથા અન્ય ત્રણ તેનાં ત્યાં કરતાં હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં આ દેશી દારૂનો જથ્થો તે ખેડાનાં કઠલાલમાં આવેલાં કાકરખાડ ગામેથી દિપક ઉર્ફે દિપો કનુભાઈ ડાભી નામનાં શખ્સનાં ઘરેથી લાવ્યા હોવાનું કબુલ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.