રામોલમાં બે યુવકોની આત્મહત્યા
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી આત્મહત્યાની ઘટનાઓ ચોંકાવનારી રીતે વધી ગઈ છે તેમાય ખાસ કરીને યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહયું છે શહેરના રામોલ વિસ્તારમાં બે જુદી જુદી ઘટનાઓમાં બે યુવકોએ આત્મહત્યા કરી છે જયારે ઈસનપુરમાં પણ એક યુવકે આત્મહત્યા કરતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં સીટીએમ નજીક સુરેલીયા રોડ પર આવેલી શારદાપાર્ક સોસાયટીમાં રહેતો ૧૮ વર્ષનો યુવક અરવિંદભાઈ મહેશભાઈ પટેલ છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે વ્યથિત જણાતો હતો.
વર્ષના પ્રથમ દિવસે જ તા.૧-૧ ના રોજ રાત્રીના સમયે ઘરે એકલો હતો ત્યારે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પરિવારજનો આ દ્રશ્ય જાઈ ખૂબ જ વ્યથિત બની ગયા હતાં અને તાત્કાલિક પોલીસને જાણ કરતા રામોલ પોલીસ આવી પહોચી હતી.
અરવિંદભાઈના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. જાકે આત્મહત્યાનું કારણ જાણવા મળ્યુ નથી. તપાસનીશ મદદનીશ સબ ઈન્સ્પેકટર રાધાબેને આ અંગે પરિવારજનોની પુછપરછ શરૂ કરી છે. આત્મહત્યાનો બીજા બનાવ પણ રામોલ વિસ્તારમાં જ બન્યો હતો જેમાં વસ્ત્રાલ ગામમાં મહેશ્વરી નગરમાં રહેતા ભાનુપ્રસાદ કુશવા નામનો ૩૪ વર્ષનો યુવક છેલ્લા ઘણા સમયથી બિમાર રહેતો હતો અને બીમારીથી કંટાળી તેણે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી રામોલ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આત્મહત્યાનો ત્રીજા બનાવ ઈસનપુર વિસ્તારમાં બન્યો હતો ઈસનપુર ચંડોળા તળાવ રોડ પર સુર્યનગરના છાપરામાં રહેતો ર૦ વર્ષનો યુવક ફૈઝલખાન પઠાણે અગમ્ય કારણોસર ગઈકાલે રાત્રિના સમયે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું હતું પરિવારજનો આ દ્રશ્ય જાઈ ચોંકી ઉઠયા હતા અને રોકકળ કરી મુકી હતી આ અંગે ઈસનપુર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોચી ગયા હતા