રામોલમાં ભાણીને તેડી ઊભેલા મામા ઉપર લાકડીથી હુમલો
અમદાવાદ, રામોલ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટ બાળકી સાથે ઉભેલા વ્યક્તિ પર પાછળથી આવેલા વ્યક્તિએ દડાં વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ૬ મહિનાની માસૂમ બાળકી નીચે પટકાઈ હતી, તેમ છતાં હુમલો કરનાર વ્યક્તિ અન્ય વ્યક્તિ પર હુમલો કરતો જ રહ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હાલ આ બનાવ અંગે પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, શહેરના વસ્ત્રાલમાં આવેલ વૃંદાવન સ્કાય લાઈનમાં રહેતા ૨૯ વર્ષીય ક્રિષ્નનંદન પટેલ તેમના પરિવાર સાથે રહે છે. તેઓ વટવા જીઆઈડીસી ફેઝ-૪માં આવેલા શ્રી હરિ દર્શન એસ્ટેટમાં શેડ નંબર ૨૬ ફાસ્ટ ટ્રેક ઇન્ડસ્ટ્રી નામનું કારખાનું ધરાવી વેપાર ધંધો કરે છે.
પંદર દિવસ પહેલાં તેમની સોસાયટીમાં સોસાયટીના મેન્ટેનન્સના પૈસા બાબતે મિટિંગ રાખી હતી. આ મિટિંગમાં તેઓ ગયા હતા. તે વખતે તેઓએ તથા સોસાયટીના માણસોએ ખજાનચી જી.એસ રાઠોડ પાસે સોસાયટીના મેન્ટેનન્સના પૈસા બાબતે માહિતી માનગતા તેઓએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી સોસાયટીના માણસોએ આ સમયે ક્રિષ્નનંદનને સર્વ સંમતિથી સોસાયટીના ચેરમેન બનાવ્યા હતા. જે વાતને જી.એસ રાઠોડ ને ગમી ન હોતી.
ગત ૨૦મી માર્ચના રોજ સાંજે આ જી.એસ રાઠોડે ક્રિષ્નનંદન ને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે, તું જે કરી રહ્યો છે તે યોગ્ય નથી. ત્રણેક દિવસ પહેલા ક્રિષ્નનંદનએ સોસાયટીના બોર્ડ ઉપર જે વ્યક્તિના મેન્ટેનન્સના પૈસા બાકી છે તે ભરી દેવા બાબતે પણ લખાણ મુક્યું હતું. ત્યારે ગત ૨૪મીએ સવારે ક્રિષ્નનંદન તેમની છ માસની ભાણી નિયતિને લઈને તેમના બ્લોક પાસે રમાડતા હતા અને એક વ્યક્તિ સાથે તેઓ વાત કરી રહ્યા હતા.
ત્યારે આ જીએસ રાઠોડ પાછળથી આવ્યો હતો અને લાકડીથી ક્રિષ્નનંદનને ફટકો માર્યો હતો. જેથી તેમના હાથમાંથી તેમની ભાણીની નિયતિ નીચે જમીન પર પટકાઈ હતી. ક્રિષ્નનંદન જે વ્યક્તિ સાથે ઉભા હતા તેઓ પણ આ બંનેને છોડાવવા વચ્ચે પડ્યા હતા.