રામોલમાં યુવકે ગળેફાંસો ખાધો
વટવામાં યુવકે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં આત્મહત્યાનું પ્રમાણ લોકડાઉન બાદ ચિંતાજનક રીતે વધી રહયું છે શહેરના ચાંદખેડામાં ગઈકાલે એક પરિણીતાએ પોતાના પુત્ર સાથે આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી ગઈ છે આ ઉપરાંત શહેરના રામોલ અને વટવા જીઆઈડીસીમાં બે યુવકોએ આત્મહત્યા કરી લેતા સ્થાનિક પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના રામોલ વિસ્તારમાં સિંધવાઈ માતાના મંદિર પાસે આવેલી સામોલ પાર્ક સોસાયટીમાં રહેતા ફેલીક્સ સુનીલભાઈ મેકવાન નામના રર વર્ષના યુવાને બે દિવસ પહેલા રાત્રિના સમયે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પરિવારજનોને ખબર પડતાં જ તાત્કાલિક તેને ગંભીર હાલતમાં નીચે ઉતારી સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો
પરંતુ સારવાર દરમિયાન તેની સ્થિતિ વધુ કથળી ગઈ હતી અને ગઈકાલે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું હતું ઘટનાની જાણ થતાં રામોલ પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આત્મહત્યાનું કારણ જાણવા પરિવારજનોની પુછપરછ શરૂ કરી છે. પરંતુ હજુ સુધી કારણ જાણવા મળ્યું નથી.
આત્મહત્યાનો અન્ય એક બનાવ વટવા વિસ્તારમાં બન્યો છે વટવા વિનોબાભાવે નગરમાં રહેતા મહેશભાઈ ઠાકોર નામના યુવાને અંગત કારણોસર બે દિવસ પહેલા પોતાના ઘરમાં ઝેરી પ્રવાહી પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો જાેકે પરિવારજનોને જાણ થતાં જ તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે તેમને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં તબીબોની સઘન સારવાર છતાં મહેશભાઈની હાલત કથળી ગઈ હતી અને ગઈકાલે બપોરના સમયે સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું આ અંગે વટવા જીઆઈડીસી પોલીસે ગુનો દાખલ કરી આત્મહત્યાનું કારણ જાણવા પરિવારજનોની પુછપરછ શરૂ કરી છે જાેકે પ્રાથમિક પુછપરછમાં કોઈ કારણ જાણવા મળ્યું નથી.