Western Times News

Gujarati News

રામોલ : અકસ્માત બાદ ઝઘડો કરી કાર ચાલક ટ્રક ડ્રાઈવરનો ફોન લઈ ફરાર

ટ્રક ડ્રાઈવર ભાગે નહી માટે ટ્રાફિક પોલીસે તેનો ફોન કાર ચાલકને આપ્યો હતો

(પ્રતિનિધિ) અમદાવાદ, વસ્ત્રાલ ચાર રસ્તા ખાતે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયા બાદ ઝઘડો થતો હતો ત્યારે ટ્રાફીક પોલીસે ટ્રક ચાલકનો ફોન લઈ કાર ચાલકને આપ્યો હતો જાેકે રૂપિયાની માંગણી કર્યા બાદ કાર ચાલક ટ્રક ડ્રાઈવરનો ફોન લઈ ભાગી જતાં રામોલ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરીયાદ નોંધાઈ છે.

આ ઘટનાની વિગત એવી છે કે સંતભાઈ રાજેન્દ્રસિંહ ભારતી (નખત્રાણા, ભુજ) પોતાનો ટ્રક લઈ કઠવાડાથી વસ્ત્રાલ તરફથી નારોલ જતાં હતા ત્યારે વસ્ત્રાલ ચાર રસ્તા નજીક એક સ્વીફટ ડિઝાયર કાર સાથે સામાન્ય અકસ્માત થતા કાર ચાલકે સંતકુમાર સાથે ઝઘડો શરૂ કર્યો હતો દરમિયાન ટ્રાફીકજામ થતાં સંતકુમારે પોતાનો ટ્રક સાઈડમાં લેવા જતા હતા પરંતુ કારચાલકે તેમને રોકયા હતા અને ભાગી જશે તેમ કહેતાં ત્યાં ફરજ ઉપર હાજર ટ્રાફીક જવાને સંતકુમાર ભાગી ન જાય એ માટે તેમનો ફોન લઈ કાર ચાલકને આપી દીધો હતો

ત્યારબાદ કાર ચાલકે સંતકુમાર સાથે વધુ ઝઘડો કરી ગાળો બોલી હતી ઉપરાંત નુકસાનના રપ હજાર રૂપિયા માંગ્યા હતા જે અંગે કાર ચાલકે ફોન પર સંતકુમારના શેઠને વાત કરતા તેમણે રૂપિયા આપવાનો ઈન્કાર કરી દેતા સંતકુમારે ફોન પરત માંગ્યો હતો જાેકે ફોન પરત આપવાને બદલે કારચાલક તેમને લાફો મારીને મોબાઈલ ફોન લઈને ફરાર થઈ ગયો હતો. આ અંગે સંતકુમારે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.