રામોલ નજીક સ્કુટરમાંથી ૨૦ કિલો ગાંઝો લઇ જતા વ્યક્તિને ઝડપી લીધો
અમદાવાદ:શહેરમાં નશીલા પદાર્થની હેરાફેરી કરતા લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં ક્રાઇમબ્રાન્ચે ટુ વ્હીલર પર ગાંજો લઇ જતા એક વ્યક્તિને ઝડપી લીધો છે. હાલ આ વ્યક્તિની પુછપરછ કરી તેની પાસેથી વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગાંજો ક્યાંથી લાવે છે અને કોને આપે છે વગેરે જેવા પાસાઓ અંગે પોલીસ તપાસ કરી રહી છે.
ક્રાઇમબ્રાંચે રામોલ ચોકડી પાસે ૬.૮૯ લાખનાં ૨૦ કિલો ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી એક્સેસ વાહન પર ગાંજો લઇને જતો હતો. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, રામોલ તરફ એક વ્યક્તિને ગાંજો લઇને પસાર થવાનો છે. જે બાતમીના આધારે એક્સેસ વાહન પર આવતો દેખાયો હતો.
પોલીસે રામોલથી જશોદાનગર સુધી તેનો પીછો કરીને તેને ઝડપી લીધો હતો. પોલીસે મહંમદ જાવેદ ઉર્ફે ફજુન શેખ (રહે. નવાબની ચાલી, બાબખાનના બંગલા સામે, શાહઆલમની) ધરપકડ કરી તેની પાસે રહેલા બે થેલામાંથી કુલ ૨૦ કિલો ૬.૨૪ લાખનો ગાંજો જપ્ત કર્યો હતો.