રામ ચરણે પોતાના ડ્રાઈવર માટે બર્થ ડે પાર્ટી રાખી

અભિનેતા રામ ચરણ હવે ફિલ્મ ઇઝ્ર ૧૫માં દેખાશે, આ ફિલ્મમાં તે આઈપીએસ ઓફિસરનું પાત્ર ભજવશે
મુંબઈ, RRR અને ‘આચાર્ય’ જેવી ફિલ્મોના લીધે દેશભરમાં હાલ સાઉથ સ્ટાર રામ ચરણ ચર્ચામાં છે. રામ ચરણ સુપરસ્ટાર હોવા છતાં એકદમ સરળ સ્વભાવનો છે. આ વાતની સાબિતી હાલમાં જ તેણે પોતાના ડ્રાઈવર નરેશ માટે જે કર્યું તેના દ્વારા મળે છે. સોશિયલ મીડિયા પર રામ ચરણના વખાણ પણ થઈ રહ્યા છે. રામ ચરણ પોતાની ટીમનું ખૂબ ધ્યાન રાખે છે તે જાેઈને ફેન્સને પણ આનંદ થયો હતો. હાલમાં જ રામ ચરણના ડ્રાઈવર નરેશનો જન્મદિવસ હતો.
રામ ચરણે તેના માટે ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટીમાં રામ ચરણનો પરિવાર અને સ્ટાફ હાજર હતો. રામ ચરણે ડ્રાઈવર નરેશ માટે ખાસ કેક મગાવી હતી. સુપરસ્ટારે પાર્ટીનું આયોજન કરતાં નરેશની ખુશીનો પાર નહોતો. તેણે કેક કાપી અને સૌ તેના માટે બર્થ ડે સોન્ગ ગાયું હતું. રામ ચરણે પોતાના બિઝી શિડ્યુલમાંથી સમય કાઢીને નરેશનો બર્થ ડે ઉજવ્યો તે જાેઈને ફેન્સમાં પણ ગર્વ અને ખુશીની લાગણી હતી.
રામ ચરણના ડ્રાઈવરના બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેમાં એક્ટરની પત્ની ઉપાસના પણ જાેવા મળી રહી છે. રામ ચરણ માત્ર પોતાના સ્ટાફ જ નહીં જે ફિલ્મમાં કામ કરે છે તે ક્રૂનું પણ વિશેષ ધ્યાન રાખે છે. ફિલ્મ RRR બ્લોકબસ્ટર રહેતાં રામ ચરણે ફિલ્મની આખી ક્રૂમાં સોનાના સિક્કા વહેંચ્યા હતા તેવો મીડિયા રિપોર્ટમાં ઉલ્લેખ છે. રામ ચરણ માત્ર પોતાની સારી એક્ટિંગ જ નહીં ઉદાર દિલ માટે પણ જાણીતો છે. થોડા મહિના પહેલા તેણે યુક્રેનમાં RRR ફિલ્મની ટીમને સિક્યોરિટી પૂરી પાડનારા ગાર્ડની પણ મદદ કરી હતી. તે સિક્યોરિટી ગાર્ડે પણ વિડીયો શેર કરીને રામ ચરણનો આભાર માન્યો હતો.SS1KP