રામ મંદિરના નિર્માણ માટે બિહારમાં લોકોથી નાણાં એકત્રિત કરાશે
પટણા, અયોધ્યામાં બની રહેલ વિશાલ રામ મંદિર માટે ભાજપ બિહારમાં નાણાં સંગ્રહ કરશે શ્રીરામ મંદિર ટ્રસ્ટની જેમ જ ભાજપ બિહારમાં લોકો પાસેથી નાણાં એકત્રિત કરી ટ્રસ્ટને સોંપશે પાર્ટીની મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો પ્રદેશ ભાજપ કાર્યાલયમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સાંસદ ડો સંજય જાયસવાલની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદ,પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી મંત્રી મંગલ પાંડેય પૂર્વ મંત્રી નંદકિશોર સહિત પ્રદેશ પદાધિકારી મંચ મોરચાના પદાધિકારી અને જીલાધ્ય સામેલ થયા હતાં. બેઠકમાં વિશેષ રીતે બિહાર ભાજપના સહ પ્રભારી હરીશ દ્વિવેદી દિલ્હીથી આવ્યા હતાં.
બેઠકમાં નક્કી થયુ હતું કે રામ મંદિરનો એજન્ડા પાર્ટીના ઘોષણા પત્રમાં રહ્યો છે હવે રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઇ ચુકયું છે.એવામાં પાર્ટી તરફથી પણ નિર્માણમાં સહયોગ કરવામાં આવે નક્કી થયું છે કે પાર્ટીના નાના મોટા તમામ નેતા રામ મંદિર નિર્માણમાં પોતાના તરફથી રકમ આપી સહયોગ કરશે આ સાથે જ પોત પોતાના વિસ્તારોમાં લોકોથી પણ જનસહયોગ લેશે પાર્ટીની બુથ અને તાલુકા સ્તરના નેતા કાર્યકર્તાઓ લોકોથી આ કામ માટે રકમ માંગશે.
પાર્ટીએ નકકી કર્યું છેે કે ટુંટણીમાં પાર્ટીને મળેલ સારા પરિવાર પર જનતાનો આભાર પ્રગટ કરવાાં આવશે પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર ૨૫ ડિસેમ્બર સુધી દરેક વિધાનસભા વિસ્તારમાં ધન્યવાદ સંમેલનનું આયોજન કરવામાં આવે પાર્ટીના નેતા કાર્યકર્તા અને ધારાસભ્ય લોકોનો એનડીએને સાથ આપવા માટે આભાર પ્રગટ કરે પાર્ટી તરફથી ચલાવવામાં આવી રહેલ નીતિઓ અને કાર્યક્રમોનો વિસ્તાર આપશે વધુ લોકોને ભાજપમાં સામેલ કરવાનું અભિયાન ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે.HS