Western Times News

Gujarati News

રામ મંદિર નિર્માણ પર ૧૦૦ કરોડનો ખર્ચ કરવાની તૈયારી

નવી દિલ્હી: અયોધ્યામાં ટુંક સમયમાં જ રામલલા મંદિરનુ નિર્માણ કામ શરૂ કરવામાં આવનાર છે. આને લઇને જારદાર તૈયારી ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ ૧૦૦ કરોડ રૂપિયાના જંગી ખર્ચ સાથે તેનુ નિર્માણ કરવામાં આવનાર છે. મંદિરના નિર્માણમાં બે લાખ ૬૩ હજાર ઘનફુટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવનાર છે. એવુ પણ જાણવા મળ્યુ છે કે મંદિરના ઉપરના ભાગમાં ૧૦૬ થાંભળા લગાવવામાં આવનાર છે. ૬૭ એકર મુજબ નક્શાને તૈયાર કરવામાં આવ્યા બાદ તૈયારી શરૂ કરવામાં આવી છે.


અયોધ્યામાં મંદિર વિવાદને લઇને સમસ્યાનો ઉકેલ કાયદાકીય રીતે આવ્યા બાદ હવે મંદિર નિર્માણની ગતિવિધી શરૂ કરવામાં આવી ચુકી છે. મક્કા-મદિના અને વેટિકન સિટી કરતા પણ વધારે વિશાળ ક્ષેત્રમાં રામ મંદિર ક્ષેત્ર રહેનાર છે. ટુંક સમયમાં જ ભવ્ય રામ મંદિરના નિર્માણની કામગીરી શરૂ કરી દેવામાં આવનાર છે. મંદિરના નિર્માણમાં અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે. રામલલા કિંમતી રત્નોથી સુસોભિત રહેનાર છે. ગર્ભગૃહને સોનાની સાથે બનાવવામાં આવનાર છે.

મંદિરમાં એક સાથે ૨૦ હજાર લોકો આરતી કરી શકે તે રીતે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. નાગર શેલી પર બનનાર મંદિરમાં કોઇ પણ પ્રકારના ફેરફાર અંગે નિર્ણય શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવનાર છે. રામલલા મંદિરના વાસ્તુકાર અને તેનો નક્શો તૈયાર કરનાર ચન્દ્રકાંત સોમપુરાના કહેવા મુજબ તે મંદિરના મોડલ અને તેના આકારમાં ફેરફારને લઇને તૈયારી કરી લેવામાં આવી છે. આને લઇને નિર્ણય નવી રચાયેલી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા જ કરવામાં આવનાર છે.

મંદિર મોડલ વર્ષ ૧૯૮૭માં વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અશોક સિંઘલના કહેવા પર ચન્દ્રકાંત સોમપુરા દ્વારા તૈયાર કરવામાં આવ્યુ હતુ. વિહિપ પોતાના જુના મોડલ પર જ મંદિર બનાવવા માટે ઇચ્છુક છે. ચન્દ્રકાંત સોમપુરાના કહેવા મુજબ મંદિરનો નક્શા હાલમાં ૬૭ એકર જમીન મુજબ તૈયાર છે. જા તેના ક્ષેત્રફળને વધારેને ૧૦૦ કરવામાં આવે તો નવા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે. નક્શાને ૧૫ દિવસમાં તૈયાર કરી લેવામાં આવનાર છે. સોમપુરાના કહેવા મુજબ મંદિરને બે અથવા ત્રણ માળનુ બનાવવામાં આવી શકે છે.

મુર્તિ તો એક જગ્યાએ રહેશે. હાલના નક્શાના કહેવા મુજબ જા મંદિરનુ નિર્માણ કરવામાં આવે છે તો આશરે ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવનાર છે. નિર્માણ કામ શરૂ કરવામાં આવ્યા બાદ બે વર્ષમાં પૂર્ણ કરવામાં આવી શકે છે. તેમના કહેવા મુજબ રામલલા મંદિર નિર્માણ જે રીતે કરવામાં આવનાર છેતે રીતે હજુ સુધી નિર્માણ કામ કરાયુ નથી. ગુજરાતના પાલીતાણાના નિવાસી ચન્દ્રકાંત સોમપુરાની ૧૬ પેઢીઓ દેશ વિદેશમાં ભવ્ય મંદિરનુ નિર્માણ કરી રહી છે. સોમપુરા હજુ સુધી હિન્દુ, જૈન મંદિરનુ નિર્માણ કરી ચુક્યા છે. મંદિર નિર્માણની પ્રક્રિયા હવે શરૂ કરી દેવામાં આવનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.