Western Times News

Gujarati News

રામ મંદિર નિર્માણ પહેલા સમગ્ર અયોધ્યા ચમકશે

File

અયોધ્યા: ઉત્તરપ્રદેશ સરકાર અયોધ્યામાં રામ મંદિર બનવા માટેનો રસ્તો સાફ થઇ ગયા બાદ તેની સાથે જાડાયેલી તમામ યોજનાઓને લઇને હાલમાં ઓવર ટાઇમ કરી રહી છે. તમામ યોજનાઓને ૨૦૨૩માં મંદિરના નિર્માણ પહેલા પૂર્ણ કરવાની યોજના તૈયાર કરવામાં આવી ચુકી છે. તેમાં પ્રતિકાત્મક રામ સેતુની સાથે ૧૦૦ એકરમાં એક થીમ પાર્કનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. જે તમામ પ્રવાસીઓને માનવ નિર્મિત સરોવરના સહારે શબરી ગાર્ડન થી અશોક વાટિકા લઇ જશે. ભગવાન રામની લાઇફ પર એક આંતરરાષ્ટ્રીય સગ્રહાલય પણ બનાવવામાં આવનાર છે. એરપોર્ટ અને ભગવાન રામની પ્રતિમા બનાવવા માટે ઝડપથી કામ પૂર્ણ કરવા માટે ૬૪૦ કરોડ રૂપિયા આપી દેવામાં આવ્યા છે.

આ ઉપરાંત પવિત્ર શહેરને ચમકાવવા માટે યોજના હેઠળ સરયુ નદીને સાફ કરવા પર ૬૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ઉત્તરપ્રદેશ સરકારના એક અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે અમે આગામી વર્ષે અયોધ્યામાં શ્રીરામ એરપોર્ટ પર પ્રથમ કોમર્શિયલ ફ્લાઇટ લેન્ડ થઇ શકે તે દિશામાં આગળ વધી રહ્યા છીએ. આ પ્રોજેક્ટના માટે જમીન અધિગ્રહણ કરાવવા માટે ૬૪૦ કરોડ રૂપિયામાંથી ૫૨૬ કરોડ રૂપિયા પહેલાથી જ જારી કરવામાં આવી ચુક્યા છે. રામની ૨૫૧ મીટર ઉંચી પ્રતિમા માટે જમીન અધિગ્રહણ અને ટેકનિકલ સ્ટડી ખર્ચ અભ્યાસ માટે ખર્ચ આશરે ૬૪૭ કરોડ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.