રામ મંદિર નિર્માણ માટે ગેરકાયદેસર ફંડ વસુલનારની ધરપકડ કરાઇ

અયોધ્યા, અયોધ્યામાં મંદિર નિર્માણના નામ પર ગેરકાયદેસર ફંડ વસુલી કરનારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપીની વિરૂધ્ધ મેડિકલ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે જયારે પોલીસે આરોપીની પુછપરછ કરી રહી છે. મેરઠમાં નરેન્દ્ર રાણા શ્રીરામ ટ્રસ્ટ બનાલવી ફંડ વસુલી રહ્યો હતો તેની માહિતી વિશ્વ હિન્દુ પરિષદને થઇ તો તેનો વિરોધ કર્યો જયારે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો પોલીસે ઓરોપી નરેન્દ્ર રાણાની વિરૂધ્ધ કેસ દાખલ કરી તેની ધરપકડ કરી અને પુછપરછ શરૂ કરી છે.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
કહેવાય છે કે આરોપીએ જાગૃતિ વિહારમાં ઓફિસ ખોલ છે આ ઓફિસમાં બેસી તે રસીદ આપી ગેરકાયદેસર રીતે ફંડ વસુલતો હતો. વિહિપના મહાનગર સંયોજક અર્જૂન રાઠીએ કહ્યું કે ગઢ રોડ ખાતે જિઠૌલી ગામમાં મંદિરથી કેટલાક લોકોએ એ જાહેરાત કરી હતી કે તે અયોધ્યા મંદિર નિર્માણ માટે ફંડ એકત્રિત કરી રહ્યાં છે ત્યારબાદ વિહિપના કાર્યકરો પહોંચ્યા હતાં અને આ અંગેની જાણ પોલીસને કરી હતી.એસપી સિટિ ડો.અખિલેશ નારાયણ સિંહનું કહેવુ છે કે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે પોલીસ તાકિદે આ મામલામાં અન્ય આરોપીઓની પણ ધરપકડ કરી લેશે તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ફંડના નામ પર છેંતરપીડી થઇ રહી હતી.HS