રામ મંદિર માટે રાજસ્થાનના લોકોએ સૌથી વધુ દાન આપ્યું
નવીદિલ્હી: વિશ્વ હિંદુ પરિષદના કેન્દ્રીય ઉપાધ્યક્ષ અને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના મહામંત્રી ચંપતરાયે જણાવ્યું કે રાજસ્થાનના લોકોએ સૌથી વધારે ૫૧૫ કરોડ રુપિયાનું દાન કર્યું છે.
મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે રાજસ્થાનના ૩૬ હજાર ગામો તથા શહેરોએ મંદિર માટે ૫૧૫ કરોડ રુપિયાનું દાન આપ્યું છે. દેશમાં ઉત્તરાયણથી માંડી માઘી પૂનમ સુધી ચાલેલા દાન અભિયાનમાં એક લાખ પંચોતેર હજાર ટોળિઓ દ્વારા માધ્યમ દ્વારા લગભગ નવ લાખ કાર્યકરોએ ઘેર ઘેર જઈને લોક સંપર્ક કેળવ્યો હતો અને લોકોને છૂટા હાથે દાન આપવાની અપીલ કરી હતી.
ચંપતરાયે જણાવ્યું કે ચાર માર્ચ સુધી મંદિર નિર્માણ માટે અત્યાર સુધી ૨૫૦૦ કરોડનું દાન આવ્યું છે જાેકે આ અંતિમ આંકડો નથી. મંદિરના ચબૂતરા માટે મિર્ઝાપુર જિલ્લા અને પરકોટા માટે જાેધપુરના પથ્થર લગાડવાનો વિચાર કરાઈ રહ્યો છે મંદિરમાં ભરતપુરના બંશી પહાડપુરના પણ પથ્થર લાગશે. તેમણે કહ્યું કે મંદિર માટે ૪૦૦ ફૂટ લાંબો, ૨૫૦ ફૂટ પહોળો અને ૪૦ ફુટ ઊંડો કાટમાળ બહાર કાઢવામાં આવી રહ્યો છે જે પછી પુરવાનું કામ શરુ કરાશે. પુરવાનું કામ આઈઆઈટી મદ્રાસના વૈજ્ઞાનિકો તૈયાર કરી રહ્યાં છે.
ચંપતરાયે જણાવ્યું કે જમીન સુધી ક્રોંકિટ અને તેની પર ૧૬.૫ ફૂટ ઊંચા ચબૂતરા પથ્થરોથી બનશે જેની પર મંદિર બનશે. મંદિરના ભૂગર્ભથી ૧૬૧ ફુટ ઊંચું હશે અને તે ૩૬૧ ફુટ લાંબુ અને ૨૩૫ ફુટ પહોળું હશે. મંદિર ત્રણ માળનું હશે, દરેક માળની ઊંચાઈ ૨૦ ફૂટ હશે. તેમણે કહ્યું કે આ જમીન પર લગભગ ૫૦૦ વિશાળ વૃક્ષ છે જેને કાપ્યા વગર બીજે ઠેકાણે ખસેડવામાં આવશે.