રામ વિના ભારત ચાલી શકે તેમ નથી : યોગી આદિત્યનાથ
ગોવાહાટી: આસામ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચુંટણીને કારણે હાલના દિવસોમાં રાજનીતિ ગરમાઇ છે ભાજપ પુરી તાકાતથી અહીં પોતાનો ચુંટણી પ્રચાર કરી રહી છે આજે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આસામમાં ચુંટણી રેલીઓ કરી હતી અને જનતાને સંબોધન કર્યું હતું.આ દરમિયાન તેમણે કહ્યું કે ભારત રામ વિના ચાલશે નહીં રેલી પહેલા યોગી આદિત્યનાથે ગોવાહાટીમાં જાણિતા કામાખ્યા મંદિરની પુજા અને દર્શન કર્યા હતાં યોગીની રેલીમાં જય શ્રી રામના સુત્રોચ્ચાર થયા હતાં ત્યારબાદ યોગી આદિત્યનાથે કહ્યું કે રામ વિના ભારતનું કામ ચાલી શકે તેમ નથી અમે લોકો કહેતા હતાં કે રામલલા અમે લાવીશું મંદિર ત્યાં જ બનશે આસામના નવયુવાનો પણ આ ગાતા હતાં તેમણે કહ્યું કે આ સપનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની સરકારે સાકાર કર્યું છે.
યોગીએ કહ્યું કે હવે ત્રણ તલાક કહેનારા લોકો જેલમાં જશે આસામમાં સમૃધ્ધિ આપનારી સરકારી જ હોવી જાેઇએ તેમણે લોકોને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦ હટી ગઇ હવે આસામનો વ્યક્તિ ત્યાં જઇ રહી શકે છે.
ધુષણખોરી અંગે યુપીના મુખ્યમંત્રીએ કહ્યું કે જાે દુશ્મન દેશ ભારતમાં ધુષણખોરી કરવાનું કામ કરશે તો તેને દંડ આપવાનું કામ પણ વડાપ્રધાન મોદીએ કર્યું છે મુખ્યમંત્રીએ કહ્યું કે શંકરદેવે આપણને ધુષણખોરીની સમસ્યા પ્રત્યે સચેત કર્યા હતાં અને તેના માટે કોંગ્રેસ શંકરદેવને કયારેય સહન કરી શકી નહીં કોંગ્રેસની નીતિ સમૃધ્ધિ નહીં તુષ્ટિકરણ અને યેન કેન પ્રકારે સત્તા પ્રાપ્ત કરવાની હતી તેની કીમત લાંબા સમય સુધી આસામવાસીઓએ ઉગ્રવાદના રૂપમાં ચુકવી છે.
યોગી આદિત્યનાથે આરોપ લગાવ્યો કે પહેલાની સરકારોએ ઉત્તર પૂર્વના રાજયોની ઉપેક્ષા કરી છે તેમણે કહ્યું કે ઉત્તર પૂર્વના રાજયોના વિકાસમાં હવે પાંખો લાગી ગઇ છે તેમણે વિકાસ માટે ભાજપને મત આપવાની અપીલ કરી હતી.