રાયખંડમાં તસ્કરો ત્રાટક્યા : બંધ મકાનનું તાળુ રૂ.ર લાખના મુદ્દામાલની ચોરી
(પ્રતિનિધિ) અમદાવાદ:અમદાવાદ શહેર અનલોક-૧માં પુનઃ ધમધમતું થવા લાગ્યુ છે પરંતુ ગુનેગારો પણ સક્રિય બનવા લાગ્યા છે શહેરમાં અનલોક-૧ દરમિયાન ઘરફોડ ચોરીની ઘટનાઓ બનવા લાગતા સક્રિય બનેલા અધિકારીઓએ તપાસ શરૂ કરી છે આ પરિસ્થિતિમાં શહેરના રાયખંડ વિસ્તારમાં એક બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રૂ.ર લાખનો મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જતા મહિલાએ આ અંગે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં અનલોક-૧માં અપાયેલી છુટછાટના પગલે લોકો ઘરની બહાર નીકળતા થયા છે બજારો અને દુકાનોમાં ખરીદી કરવા માટે નાગરિકોનો ભારે ધસારો જાવા મળી રહયો છે આ પરિસ્થિતિમાં તસ્કરો અને લુંટારુઓ સક્રિય બની રહયા છે અનલોક-૧માં ગુનાખોરીનો આંક વધવા લાગ્યો છે.
લોકડાઉન પહેલા અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના મુદ્દે ભારે હોબાળો મચેલો હતો અને હવે અનલોક-૧માં પણ કાયદો વ્યવસ્થાની પરિસ્તિતિ કથળતી હોય તેવી પરિસ્થિતિ જાવા મળી રહી છે નાગરિકો ઘરની બહાર નીકળતા બંધ મકાનોની રેકી કરી તસ્કરો ત્રાટકવા લાગ્યા છે. શહેરના રાયખંડ વિસ્તારમાં સૈયદવાડામાં રહેતા સકીલાબેને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ પરિવાર સાથે મકાનને તાળુ મારી બહાર ગયા હતા.
તા.૧૩.ર.ર૦ર૦ થી તા.રપ.પ.ર૦ર૦ના ગાળા દરમિયાન તસ્કરોએ તેમના મકાનનુ તાળુ તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાંથી રૂ.૧ લાખ રોકડા અને ૧ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા છે ગાયકવાડ હવેલી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.