Western Times News

Gujarati News

રાયગઢમાં ભૂસ્ખલનથી ૪૪ લોકોનાં મોત, ૯૦ લાપતા; મુંબઈમાં ઈમારત પડવાથી ૫નાં મોત

મુંબઇ: મુંબઇ સહિત મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ‘રેડ’ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.મહારાષ્ટ્રમાં ૨૪ કલાકથી સતત વરસાદને કારણે પશ્ચિમ અને દરિયાકાંઠાના મહારાષ્ટ્રમાં સામાન્ય જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. તે જ સમયે, વિવિધ શહેરોમાં ફસાયેલા હજારો લોકોને બચાવવા માટે બચાવ ટીમો ગોઠવવામાં આવી છે. પૂણે, નાસિક ઉપરાંત કાંઠાના વિસ્તારોમાં પાલઘર, રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ અને સાતારા, કોલ્હાપુરના પશ્ચિમ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે, પરિણામે મુખ્ય અને ગૌણ નદીઓ જાેખમ સ્તરની ઉપરથી વહી રહી છે.

ભિવંડી, બદલાપુર, ઉલ્હાસનગર, કલ્યાણ, ડોમ્બિવલી, ચિપલુન ઘેડ, સાવંતવાડી, મંગાવણ, કુડાલ અને અન્ય કેટલાક શહેરોમાં ત્રણથી છ ફૂટ પાણી અને કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો. રાણાગીરીના ચીપલુન તાલુકામાં અવિરત વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. ભારતીય નૌકાદળ રત્નાગીરી, ચિપલૂન અને કોંકણના અન્ય વિસ્તારોમાં બચાવ કામગીરીમાં સામેલ થઇ છે, જ્યાં ભારે વરસાદથી પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે.ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના કોલ્હાપુર, રાયગઢ, રત્નાગિરિ, પાલઘર, થાણે અને નાગપુરના કેટલાક ભાગમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

શુક્રવારે મુંબઈની નજીકના ગોવંડીમાં એક ઈમારત પડવાથી ૫ લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે ૭ લોકોને ઈજા થઈ છે. ઘાયલોને મુંબઈની રાજવાડી અને સાયન હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. રાયગઢના કલઈ ગામમાં ભૂસ્ખલનને કારણે ૪૪ લોકોનાં મોત થયાં છે, જ્યારે ૯૦ લોકો લાપતા છે. જિલ્લા કલેક્ટર નિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે કલઈ ગામમાં ભૂસ્ખલન થયું છે.

એનડીઆરએફની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. લોકોને રેસ્ક્યૂ કરવા માટે પાણીમાં ડૂબેલા રસ્તાઓ પર હોળીઓ ચલાવવામાં આવી રહી છે.વરસાદી નદીઓનું પાણી શહેરો, તાલુકાઓ અને ગામડાંમાં ઘૂસી ગયાં છે. મોસમ વિભાગે આગામી ત્રણ દિવસ માટે કોંકણ, મુંબઈ અને એની આસપાસના જિલ્લાઓ માટે રેડ અલર્ટ જાહેર કર્યું છે. થાણે અને પાલઘરમાં ભારે વરસાદને કારણે લાઈન વિસ્તાર ૨૪ કલાક પાણીમાં ડૂબ્યો છે. કોંકણ ડિવિઝનમાં અત્યારસુધી વરસાદ સાથે જાેડાયેલી ઘટનામાં ૮ લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે લગભગ ૭૦૦ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

રાયગઢમાં ૪ જગ્યાએ ભૂસ્ખલન થવાથી ઘણા લોકો ફસાઈ ગયા છે, ૨૫ લોકોને કાઢવામાં આવ્યા છે અને ૨૦ લોકો હાલ પણ ફસાયેલા છે. તલાઈ ગામને કનેક્ટ કરનારો રસ્તો પણ પાણીમાં વહી ગયો છે, આ કારણે ગામની અંદર લોકો ફસાયેલા છે. કોલ્હાપુરમાં ચીખલીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે એનડીઆરએફએ બે ટીમ સતત પ્રયત્ન કરી રહી છે.રત્નાગિરિ જિલ્લામાં જગબુડી નદી ખતરાના નિશાનથી ૨ મીટર અને વશિષ્ઠ નદી ખતરાના નિશાનથી લગભગ એક મીટર ઉપર વહી રહી છે.

કજલી, કોડાવલી, શાસ્ત્રી અને બાવંડી નંદીઓએ પણ ખતરાના નિશાનને પાર કરી લીધું છે. કુંડલિકા, અંબા, સાવિત્રી, પાતાલગંગા, ગઢી અને ઉલ્હાસ નદીઓ પણ ચેતવણીના સ્તર પર વહી રહી છે. વરસાદને કારણે કોંકણ રેલ રૂટ પર ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે. રત્નાગિરિ જિલ્લામાં વરસાદને કારણે રેલ સર્વિસ બંધ થઈ ગઈ હતી. એનાથી અલગ-અલગ જગ્યાએ લગભગ ૬ હજાર મુસાફરો ફસાયા છે. એને કાઢવા માટે એનડીઆરએફની ટીમોને લગાવવામાં આવી છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન મહારાષ્ટ્રના ચિપલૂણ, કોલ્હાપુર, સતારા, અકોલા, યવતમાળ, હિગોલી જિલ્લામાં ભારે વરસાદ થયો છે. ચીખલી વિસ્તારમાં ભારે વરસાદને કારણે લોકોનાં ઘરમાં પાણી ભરાઈ ગયાં છે. અહીં દ્ગડ્ઢઇહ્લની ટીમ રેસ્ક્યૂમાં લાગી ગઈ છે. દોરડાઓ અને હોડી દ્વારા લોકોને ઘરમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. થાણે, પાલઘરમાં આજે પણ વરસાદનું અલર્ટ આપવામાં આવ્યું છે. ૧૨ જ્યોર્તિલિંગમાંથી એક ભીમાશંકર જ્યોર્તિલિંગના ગર્ભગૃહ અને એની બહાર પૂર જેવી સ્થિતિ છે. મંદિરમાં પૂજારીઓએ શુક્રવારે પાણીમાં અડધા ડૂબીને ભોલેનાથની આરતી કરી છે.

આ જ્યોર્તિલિંગ પુણે જિલ્લાના ખેડમાં આવેલું છે. ચિપલૂણ તાલુકો પાણીમાં ડૂબી ગયો છે. નગર નિગમ, તટ રક્ષક નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને બહાર કાઢવા માટે હોડીનો ઉપયોગ કરી રહ્યા છે. લાંજા, રાજાપુર, સંગમેશ્વર તાલુકા અને આસપાસના વિસ્તાર પણ વરસાદથી પ્રભાવિત થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.