Western Times News

Gujarati News

રાયસણનું પંચેશ્વર મંદિરઃ આસ્થા અને આધ્યાત્મિકતાનો સુભગ સમન્વય

મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શિવભકતો મોટી સંખ્યામાં ઉમટશે: સ્વયંભૂ લોકમેળો યોજાશે

ગાંધીનગર, ગુજરાતના પ્રથમ ગોકુળિયું ગામ એવા રાયસણ ગામમાં વૃંદાવન સોસાયટીની નજીકમાં જ નિર્માણ પામેલ પંચેશ્વર મંદિર લોકોની આસ્થા અને આધ્યાત્મિકતાના સુભગ સમન્વયનો પરિચય કરાવી રહયું છે.

પાટનગર ગાંધીનગરથી તદ્દન નજીક આવેલા આ પંચેશ્વર મંદિર ખાતે વુંદાવન સોસાયટી સહિત સ્થાનિકો ઉપરાંત ગુડા વસાહતના રહીશો શ્રદ્ધાપૂર્વક ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લે છે.

પંચેશ્વર મંદિરની વ્યવસ્થાપક કમિટી દ્વારા આ વર્ષે તા.૧.૩.૨૦૨૨ ના રોજ પંચેશ્વર મંદિરના સાનિધ્યમાં મહાશિવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી માટેનું આગોતરૂં આયોજન કર્યું છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોને સહભાગી બનવા કમિટી દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. અહીં ભોળાનાથનું શીવમંદિર, શ્રી અંબાજી મંદિર તથા રાધા-કૃષ્ણનું મનોહર મંદિ૨ના લીધે સમગ્ર વિસ્તારમાં ભકિતભાવ અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું છે.

ઉલ્લેખનીય છે કે પંચેશ્વર મંદિર વ્યવસ્થાપક કમિટી તરફથી અહીં ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાન મળી રહે તે માટે ધાર્મિક- આધ્યાત્મિક પુસ્તકો વસાવી પુસ્તકાલય પણ ચાલે છે. સાથે સાથે સિનીયર સિટિઝન્સ માટે ધાર્મિક યાત્રાધામોના પ્રવાસ જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે.

આમ, માત્ર પંચેશ્વર મંદિર રાયસણ, કુડાસણ, કોબા, રાંદેસણ, ધોળાકુવા, પોર તથા ગાંધીનગર સહિંત આજુબાજુના ધાર્મિકજનો માટે પૂજા-અર્ચના અને આસ્થાનું કેન્દ્ર બની ૨હયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.