રાય તોફાનથી ફિલિપાઈન્સમાં તબાહી, ૨૦૮નાં મોત નિપજ્યાં
મનિલા, ફિલિપાઈન્સ અત્યારે આ વર્ષના સૌથી ભયંકર તોફાનથી ઝઝૂમી રહ્યુ છે. તોફાન જેનુ નામ રાય રાખવામાં આવ્યુ છે. તેના કારણે ફિલિપાઈન્સમાં અત્યાર સુધી ૨૦૮ લોકોએ જીવ ગુમાવ્યા છે અને લગભગ ૪ લાખ લોકો આનાથી પ્રભાવિત થયા છે.
ભયાનક તોફાન રાયે ફિલિપાઈન્સને ગુરુવાર અને શુક્રવારે ચપેટમાં લીધુ હતુ. જે બાદ રવિવારે ત્યાં રાહત અને બચાવ કાર્ય જારી છે. જાણકારી અનુસાર બોહોલ દ્વિપીય પ્રાંતમાં સ્થિતિ સૌથી ખરાબ છે. ત્યાં ૭૨થી વધારે લોકોના મોત થયા છે. કેટલાક એવા પણ લોકો છે જે હજુ સુધી લાપતા છે. હાલ અધિકારી મોતનો સમગ્ર આંકડો એકઠો કરવામાં લાગ્યા છે. ભૂસ્ખલન અને વ્યાપક પૂરના કારણે જે લોકોના મોત થયા છે તેમનો આંકડો એકઠો કરવામાં આવી રહ્યો છે. તોફાનના કારણે કેટલાક સ્થળ પર વિજળી, પાણીની સપ્લાય વિક્ષેપિત છે. જે લોકો પરેશાન છે.
રાયને ૫મી કેટેગરીનુ તોફાન માનવામાં આવ્યુ છે જે ઘણુ ભયાનક છે. બોહોલ પ્રાંતની સાથે-સાથે આને સેબૂ, લેયતે, સુરિગાઓ ડેલ નોર્ટ પ્રાંતે પણ ચપેટમાં લીધુ છે. ત્યાં સર્ફિંગનુ લોકપ્રિય સ્થળ સિરગાઓ અને દીનાગટ દ્વીપ સમૂહ પણ આનાથી પ્રભાવિત છે.
રાય તોફાન હાલ રવિવારે ફિલિપાઈન્સથી સાઉથ ચાઈના સી ની તરફ વળી ગયુ છે પરંતુ પોતાની પાછળ આ ઉખડેલા વૃક્ષ, ઉખડેલી છત, તૂટેલા ઘર, નષ્ટ કરવામાં આવેલુ બુનિયાદી માળખુ છોડી ગયા છે. કેટલાક શહેરોમાં અત્યાર સુધી પાણી ભરેલુ છે.
ફિલિપાઈન્સ દર વર્ષે લગભગ ૨૦ ભયંકર તોફાનોનો સામનો કરે છે. આ દ્વીપસમૂહ એવા સ્થળ પર સ્થિત છે જેનાથી આ તે દેશોમાં શુમાર થઈ જાય છે જ્યાં પ્રાકૃતિક મુશ્કેલી વધારે હોય છે.SSS