રાવતની કારના ફ્લેગ, કેપને લઇને ચર્ચાઓનો અંત
નવીદિલ્હી, જનરલ બિપીન રાવત બુધવારના દિવસે દેશના પ્રથમ સીડીએસ તરીકેની જવાબદારી સંભાળી લેશે. સરકારે સોમવારના દિવસે જ તેમને દેશના પ્રથમ સીડીએસ તરીકે નિમ્યા હતા. સીડીએસની જવાબદારીમાં ત્રણેય દળોના સેના સાથે જાડાયેલા કાર્યો અને વર્તમાન નિયમો તેમજ પ્રક્રિયાઓ મુજબ સેવાઓ માટે ખાસ ખરીદી જેવા કાર્યો આવશે. સરકારે સીડીએસ માટે એક નવા વિભાગની રચના કરી છે.
હવે તેની નજર પહેલા સીડીએસની વર્દી અને કેપ ઉપર રહેશે. આખરે સીડીએસની વર્દી કેવી રહેશે, કેપ કેવી રહેશે, પ્લેગ કયા કલરના રહેશે તેને લઇને ચર્ચા ચાલી રહી હતી. આનો હવે અંત આવી ચુક્યો છે. સીડીએસના ઓફિસ સાઉધ બ્લોકમાં રહેશે.
તેમના યુનિફોર્મ પેરેન્ટ સર્વિસવાળા રહેશે. એટલે કે સીડીએસ બન્યા બાદ પણ જનરલ રાવત ઓલિવ ગ્રીન યુનિફોર્મમાં રહેશે. સીડીએસની બેઝિક યુનિફોર્મ તેમની સર્વિસની જેમ જ રહેશે. માત્ર તેમાં રેંકના બેઝ અને લોગો બદલાઈ જશે.
જ્યારે કોઇ એરફોર્સ અથવા નેવીમાંથી સીડીએસ બનશે તો તેમના બેઝિક યુનિફોર્મ પણ તેમની સર્વિસ મુજબ રહેશે. લોગો અને બેંચ ટ્રાય સર્વિસને દર્શાવે છે. સીડીએસની ઓફિસ સાઉથ બ્લોકમાં સેકન્ડ ફ્લોર પર રહેશે. સીડીએસના કારના ફ્લેગ પણ અલગ પ્રકારના રહેશે. વ‹કગ ડ્રેસમાં પણ વિશેષ માહિતી મળી શકશે. ગઇકાલે જ રાવતની નિમણૂંક સીડીએસ તરીકે કરવામાં આવી હતી. કારગિલ યુદ્ધ દરમિયાન આ પોસ્ટ ઉભી કરવાની માંગ જારદારરીતે ઉઠી હતી. આ પોસ્ટને સરકારે લીલીઝંડી આપી દીધી છે.