રાવલ સર્કલ મીની ગાર્ડન બેહાલ જંગલી ધાસ ઉગી નિકળ્યું

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના હાર્ડ સમાન શ્રી વાસુદેવ સો.રાવલ સર્કલ મીની ગાર્ડન બે હાલ ગાર્ડન માં ગંદકી અને જંગલી ધાસ ઉગી નિકળ્યું છે તો ગાંધી જયંતિ સ્વચ્છતા અભિયાન સપ્તાહ ના ધજાગરા .
પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ પાસે આવેલ હનુમાન ચોક પાસે આવેલ પ્રાંતિજ ના હાર્ડ સમાન શ્રી વાસુદેવ સો.રાવલ સર્કલ મીની ગાર્ડન બન્યો બેહાલ તો સ્વચ્છતા ના અભાવે હાલ તો અહીં મીની ગાર્ડન સર્કલ માં નકામું મોટું મોટુ જંગલી ધાસ ઉગી નીકળ્યુ છે
તો સર્કલ મા વચ્ચે ઉભો કરવામાં આવેલ વિજટાવર ઉપર પણ જંગલી નકામી વેલા છેક ૩૦ ફુટ ના વિજટાવર ઉપર ચડીને વિટાઇ જતાં વિજ ટાવર પણ ખોવાઇ ગયો છે અને તેની ઉપર લગાવેલી વિજ લાઇટો રાત્રીના સમયે ચાલુ થતાં અવારૂ વેલા વિટાયેલા રહેતા પ્રકાશ પણ હાલતો ઢંકાઇ ગયો છે અને રાત્રી દરમ્યાન હનુમાન ચોક વિસ્તારોમાં અંધારપટ છવાયો છે
તો મીની ગાર્ડન સર્કલ મા વચ્ચોવચ્ચ મુકવામાં આવેલ ફુવાળો ના કયારા માં પણ એક-એક ફુટ જેટલા ગંદકી ના થોળ જામ્યો છે અને ગંદકી થી બદબદી ઉઠયો છે તો આજુબાજુમા આવેલ વેપારીઓ તથા રાત્રી દરમ્યાન અવરજવર કરતા લોકો નું કહેવું છેકે પવન આવે છે ત્યારે આ ફુવારા ના કયારા માં રહેલ ગંદા પાણી ને લઈને દુરગંદ પણ મારે છે
તો ડેન્ગ્યુ ,મેલેરિયા ના મચ્છરો પણ સરળ લઇ રહ્યા છે તો નગરપાલિકા તંત્ર હાલતો જાણે રોગચાળા ને આમંત્રણ નોતરતુ હોય તેવું જણાઇ આવે છે તો હાલતો ગાંધી જયંતિ સ્વચ્છતા અભિયાન સપ્તાહ ના ધજાગરા ઉડાળતુ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે લાખ્ખો રૂપિયા ના ખર્ચે તૈયાર થયેલ પ્રાંતિજ ના હાર્ડ સમાન શ્રી.વાસુદેવ સો.રાવલ સર્કલ મીની ગાર્ડન ની સફાઈ તથા જાળવણી કરવામાં આવે તેવી હાલતો લોક માર્ગ ઉડવા પામી છે .