રાવળ સમાજના યુવાનને લગ્ન માટેનો તમામ ખર્ચ કરી વિરપુરનો પટેલ પરીવારે માનવતા બતાવી

વિરપુરના પટેલ પરીવારની સમાજ સેવા: લગ્ન માટેનો ખર્ચ ના કરી શકતા પીતાના સપનાને સાકાર કરતો વિરપુરનો પટેલ પરીવાર…
આજના યુગમાં પણ રવી શંકર માહારાજ જેવા મુક સેવકો આપણી દુનિયામાં છે ગોળ કળીયુગમાં પણ જમીનના અને માલમીલક્ત માટે બે ભાઈઓ વચ્ચે માહાભારત ખેલાતું હોય છે ત્યારે આવા કળીયુગમાં પણ કર્ણ જેવા માહાન દાનેશ્વરી હયાત છે તમે કદાચ સાભંળયુ અને જોયું પણ હશે કે આજના યુગમાં કોય વ્યક્તિ દ્વારા કોઈ વ્યક્તિ કે નેતા કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર સમાજના વ્યકતીઓની મદદ કરે?? જી હા ચાલો તમને એવા એક પટેલ પરીવારની બતાવી રહ્યા છે કે જેઓએ આજદિન સુધી હરીજન તેમજ રાવળ સમાજની આર્થિક અને સામાજિક પ્રસંગો સમયે ખડે પગે રહીને મદદ કરી છે મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના રાવળ રમેશભાઈ ખેતી કરી ગુજરાન ચલાવી રહ્યા છે
સમાજના રીત રીવાજો પ્રમાણે તેમના પુત્ર નું લગ્ન કરવાનું સપનુ હતું પણ આર્થિક પરિસ્થિતિના કારણે પુત્રના લગ્નમાં ખર્ચ કરવા માટે જોઈએ તેટલા પ્રમાણમાં રૂપિયા ના હોવાથી સપનું સપનુજ રહી ગયું ,જ્યારે આ બાબતની જાણ પટેલ પરસોત્તમભાઈ ના પરીવારને થતાં પરીવારના સભ્યો પટેલ નિખીીલભાઈ,માતા ગંગાબેન રાવળ પરીવારની મુલાકાતે આવ્યા અને લગ્નનનો તમામ ખર્ચ તેમજ જમળવારની સંપૂર્ણ જવાબદારી પટેલ પરીવારે માથે લીધી હતી
આજે રાવળ રમેશભાઈના પુત્રના લગ્ન ધામધૂમથી ઉજવ્યો તેમજ તેના લગ્નમા ૫૦૦થી પણ વધારે લોકો આવીને ભોજન આરોગ્યનું હતુ કોઈ પણ પ્રકારની અપેક્ષા કે પ્રતીષ્ઠાની લાલચ વગર તેમજ સ્વાથૅ વગર સતત ગરીબ પરિવારોના ઘરે માંન્ડવો હોય કે ગરીબ પરીવારમાં બીમાર હોય પોતાની યથા શક્તિ મુજબ જે-તે પરીવારોને ખર્ચો પુરો પાડી રહ્યા છે આ પટેલ પરીવારની સેવા દરેક અમીરો અને નેતાઓ માટે એક સબક છે.
આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ એક રૂપિયો છોડવા તૈયાર નથી પટેલ પરીવાર દ્વારા શ્રાવણ માસમાં પણ એક મહિના સુધી રાવળ અને હરીજન સમાજના વ્યક્તિઓને ફ્રીમાં રોજ ભોજન કરાવ્યું હતું ગરીબ સમાજના વર્ગોને પટેલ પરીવારની મદદ પોહચી રહી છે ગરીબ ઘરની કન્યા લગ્ન હોય કે ધરનુ સીધું હોય કે કન્યાદાન કરતુ આવેલ પટેલ પરીવારને ગરીબ વર્ગના લોકો મનથી આશીર્વાદ આપી રહ્યા છે..