Western Times News

Gujarati News

રાશન સંચાલકોને કોરોના વોરિયર્સ તરીકે બિરદાવી રોકડ પુરષ્કાર આપવા માંગણી

પ્રતિકાત્મક

કોરોનાનાં કપરા સમયમાં પરિવારની ચિંતા કર્યા વગર લોકોનાં વચ્ચે રહી સતત સેવા પૂરી પાડી હતી

છાપી, કોવિડ-૧૯ અંતર્ગત દેશમાં કોરોના મહામારીની ભયાનક પરિસ્થિતિ ઉપસ્થિત થતાં કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કરતાં લોકોને અનાજથી વંચિત રહેવું ન પડે તેને લઈ ગુજરાતમાં રાશનનું સતત વિતરણ કરનાર સંચાલકોને કોરોના વોરિયર્સ તરીકે સન્માનિત કરી રોકડ પુરષ્કાર આપવા રાશન સંચાલકોમાં માંગ ઉઠવા પામી છે.

રાજ્યમાં કોરોના મહામારીને લઈ અફડાતફડીનો માહોલ વચ્ચે નાગરિકો અનાજથી વંચિત ન રહે તે માટે સરકાર દ્વારા રાજ્યની તમામ વ્યાજબી ભાવની દુકાનો ઉપર સતત અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યના સત્તર હજાર રાશન સંચાલકો પોતાના પરિવારની ચિંતા કર્યા વગર સતત લોકોને અનાજનું વિતરણ સહિત સ્વખર્ચે રાશન કિટોનું વિતરણ કરી કોરોના મહામારી દરમિયાન ઉમદા કાર્ય કર્યું હતું.

આ સેવા યજ્ઞમાં અનેક રાશન સંચાલકો અકાળે મૃત્યુ પામ્યા હતા જેથી રાજ્ય સરકાર દ્વારા રાજ્યના સંચાલકોને કોરોના વોરિયર્સ તરીકે બિરદાવી યોગ્ય રોકડા પુરસ્કાર આપી જાહેર સન્માન કરવામાં આવે તેવી બુલંદ માંગ ઉઠવા પામી છે. રાશન સંચાલકોના લોક કલ્યાણનાં કાર્યમાં સરકારની તમામ યોજનાઓને સફલતા અપાવવામાં મોટું યોગદાન રહ્યું છે ત્યારે આ માંગને લઇ રાજ્ય સરકાર સઘન વિચાર કરી યોગ્ય નિર્ણય લે તેવી રાજ્યનાં રાશન સંચાલકોમાં સૂર ઉઠ્યો હોવાનું જાણવા મળે છે.

રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારી દરમિયાન રાશન વિતરણ કરનાર સંચાલક સંક્રમિત થાય અને તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થાય તેવા કિસ્સામાં રૂા.૨૫ લાખની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી હતી. જાે કે, રાજ્યમાં અનેક સંચાલકો કોરોનાનાં કારણે મૃત્યુ પામ્યા હતા તેઓના પરિવારોને હજુ સુધી આર્થિક સહાય મળી નથી તો તાત્કાલિક સહાય આપવા પણ માંગ ઉઠવા પામી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.