રાશિ ખન્નાનો બોલિવૂડ પ્રોજેક્ટ, વિક્રાંત મેસ્સી સાથે ફિલ્મ કરશે
સિદ્ધાર્થ મલહોત્રા સાથે ‘યોદ્ધા’ બાદ ‘ધ સાબરમતી રિપોર્ટ’માં પણ રાશિ ખન્ના
‘૧૨વીં ફેલ’ની સફળતા બાદ વિક્રાંત મેસ્સીની ડીમાન્ડ વધી ગઈ છે, ઓડિયન્સ તથા ફિલ્મમેકર્સ વિક્રાંત મેસ્સી પર વિશ્વાસ કરી રહ્યા છે
મુંબઈ,રાશિ ખન્ના માટે ૨૦૨૪ના વર્ષમાં બોલિવૂડ યાત્રા સફળ રહી છે. વર્ષની શરૂઆતમાં સિદ્ધાર્થ મલહોત્રા સાથે ‘યોદ્ધા’ રિલીઝ થઈ હતી. બોક્સઓફિસ પર ફિલ્મ ખાસ ચાલી ન હતી, પરંતુ રાશિ માટે બોલિવૂડના દરવાજા ખોલવામાં આ ફિલ્મ સફળ રહી છે. વિક્રાંત મેસ્સીની ‘ધ સાબરમતી રિપોર્ટ’માં રાશિ ખન્નાનો સમાવેશ થયો હોવાનું કહેવાય છે.
રાશિને પ્રથમ વખત બોલિવૂડમાં એક જ વર્ષમાં બે ફિલ્મ મળી છે. જેને જોતાં રાશિ પણ હવે રશ્મિકાની જેમ બોલિવૂડમાં પગ જમાવી રહી હોવાનું અનુમાન છે. કોરોના મહામારી બાદના સમયમા સાઉથ અને બોલિવૂડના સંબંધ ગાઢ બની રહ્યા છે. બોલિવૂડ એક્ટર્સ સાઉથની ફિલ્મ કરી રહ્યા છે અને સાઉથના સ્ટાર્સ બોલિવૂડમાં વિજય પતાકા ફરકાવી રહ્યા છે. સાઉથની જાણીતી એક્ટ્રેસ રાશિ ખન્નાએ ૨૦૨૪માં સિદ્ધાર્થ મલહોત્રા સાથે ‘યોદ્ધા’માં લીડ રોલ કર્યાે હતો. વિક્રાંત મેસ્સીની ચર્ચાસ્પદ ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’માં રાશિની પસંદગી થઈ હોવાનું મનાય છે.
આ ફિલ્મની એનાઉન્સમેન્ટ ઘણાં સમય પહેલા થઈ હતી. વિક્રાંતે તેમાં ટીવી રિપોર્ટ્રનો રોલ કર્યાે છે. ફિલ્મની બાકીની કાસ્ટિંગ અંગે ખુલાસો થયો હતો. આ ફિલ્મને બીજી ઓગસ્ટે રિલીઝ કરવાનું આયોજન છે ત્યારે રાશિ ખન્નાના લીડ રોલની માહિતી બહાર આવી છે. ‘૧૨વીં ફેલ’ની સફળતા બાદ વિક્રાંત મેસ્સીની ડીમાન્ડ વધી ગઈ છે. ઓડિયન્સ તથા ફિલ્મમેકર્સ વિક્રાંત મેસ્સી પર વિશ્વાસ કરી રહ્યા છે. ૨૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે રૂ.૬૦ કરોડની આવક કરી હતી અને ઓટીટી પર પણ ખૂબ જોવાઈ હતી. નવી પેઢીના બોલિવૂડ સ્ટાર્સમાં સારા એક્ટર તરીકે જાણીતા વિક્રાંત સાથે ‘ધ સાબરમતી રિપોર્ટ’ ઉપરાંત રાશિ પાસે અન્ય એક હિન્દી ફિલ્મ પણ છે. આ ફિલ્મના ટાઈટલ અને કો સ્ટાર્સ અંગે જાણકારી જાહેર થઈ નથી. ss1