રાશી ખન્નાએ ઈન્ડસ્ટ્રીમાં ચાલતા જેન્ડર બાયસ સામે નારાજગી વ્યક્ત કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/06/rashi-khanna.jpg)
સિનેમામાં ફી બાબતે મહિલા અને પુરુષ માટે સમાન ધોરણો જરૂરી
રાશી ખન્નાની સુંદર દ્વારા ડિરેક્ટેડ ‘અર્નમનાઈ ૪’ રિલીઝ થઈ ચૂકી છે અને બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડની કમાણી કરી ચૂકી છે
મુંબઈ,રાશી ખન્નાની સુંદર દ્વારા ડિરેક્ટેડ ‘અર્નમનાઈ ૪’ રિલીઝ થઈ ચૂકી છે અને બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડની કમાણી કરી ચૂકી છે. આ સિવાય રાશી ખન્ના અને તમન્ના ભાટિયાની તમિલ હોરર કોમેડી ફિલ્મ ૩૧ મેના રોજ રિલીઝ થવા જઈ રહી છે. તાજેતરમાં જ રાશી ખન્નાએ એક ઇન્ટર્વ્યુમાં વળતરમાં ભેદભાવ અને જેન્ડર બાયસ જેવા મુદ્દાઓ પર વિગતે વાત કરી હતી.
તાજેતરમાં જ રાશીએ સિદ્ધાર્થ મલ્હાત્રા સાથે ‘યોદ્ધા’માં કામ કર્યું છે, તેણે આ ઇન્ટર્વ્યુમાં જણાવ્યું કે જ્યારે મહિલાઓ માટે યોગ્ય રોલ લખાશે ત્યારે વળતરમાં ભેદભાવ નહીં રહે. રાશીએ કહ્યું કે, “તેના માટે આપણે એવા ફિલ્મ મેકર્સની જરૂર છે, જેમને અમારામાં વિશ્વાસ હોય, જેમકે સુંદર સી સર અને બાકીનાં બધાં જ, જેમણે અમારા ખભા પર બધી જ જવાબદારી સોંપી.
મને લાગે છે કે કલા અને સિનેમા સ્ત્રી પુરુષના ભેદથી પરે હોવા જોઈએ. અમારી સાથે એ પ્રકારનું વર્તન કરવામાં આવતું હતું તેની હવે હદ થઈ ગઈ છે. ‘આર્ટિકલ ૩૭૦’, ‘crew’ અને અમારી ફિલ્મે એ સાબિત કરી દીધું છે કે મહિલાઓ પણ પુરુષો જેટલી જ અગ્રેસર છે. આ સમયે તો આપણે આવી ચર્ચા પણ ન કરતા હોવા જોઈએ. દરેક સાથેએક સરખો વ્યવહાર થવો જોઈએ અને કળાનું સર્જન કઈ રીતે થયું તેના આધારે તેના પર પ્રતિભાવ આપવો જોઈએ, કોણે બનાવી છે તેના પર નહીં.
એ જેન્ડર બાયસથી પર હોવું જોઇએ એમ મને લાગે છે.” રાશીએ સ્વીકાર્યું કે ભેદભાવ અસ્તિત્વ ધરાવે છે અને એક દિવસ અટકશે. રાશીએ કહ્યું, “અમને ફિલ્મમાં સારું વળતર મળવું જોઈએ કારણ કે તેમાં ઘણું મોટું અંતર છે અને મને લાગે છે કે તે સમય સાથે એક સમાન થઈ જશે. આ એક પ્રક્રિયા છે અને કેન્સમાં જે થયું તેનાથી પણ હું તો ખુબ ગૌરવ અનુભવું છું, ત્યાં તે સ્ત્રીઓને જોઇને હું બહુ રોંમાંચિત થઈ ગઈ હતી. જે પણ નેતૃત્વ લે છે તે અમારા બધાં માટે એક નવી કેડી કંડારે છે.”
અંતે તેણે કહ્યું કે તે ‘અર્નમનાઈ ૪’નો ભાગ બનીને ખુબ ખુશ છે. તેણે કહ્યું કે, “મને ફિલ્મ માટે અને વિશ્વભરમાં મહિલાઓ જે સિધ્ધિઓ હાંસલ કરે છે તેનું ઘણું ગૌરવ છે. ” “અમારા માટે એ ગૌરવની ક્ષણ છે કે અમે ફિલ્મ તમારા સુધી લાવી શક્યા અને હવે અપેક્ષા છે કે લોકો આ ફિલ્મ જોશેસ તેમજ સારી કમાણી પણ કરે કારણ કે આ ઇન્ડસ્ટ્રીમાં અમારા માટે તો જ સફળતાની ખાતરી છે.”ss1