Western Times News

Gujarati News

વડોદરામાં રાષ્ટ્રની એકતાના સંદેશ સાથે સેંકડો નાગરિકોએ લગાવી દોડ

દેશની એકતા અને અખંડિતતા માટે લોકોએ લીધા શપથ –વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સહિતના મહાનુભવોએ ફ્લેગ ઓફ કરી રન ફોર યુનિટીનો કરાવ્યો પ્રારંભ

દિવ્યાંગોએ પણ જોમ-જુસ્સા અને ઉત્સાહ સાથે દોડમાં લીધો ભાગ –દેશની પ્રગતિ માટે એકતાનો સંદેશ જરૂરી : વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી

 વડોદરા ગુરૂવાર,  વડોદરમાં દેશની એકતા માટે યોગદાન આપનાર લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૪મી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે રન ફોર યુનિટી #Runforunity કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા અને શહેર પોલિસના સંયુક્ત ઉપક્રમ યોજાયેલા આ કાર્યક્રમમાં સેંકડો નાગરિકો જોડાયા હતા અને રાષ્ટ્રની એકતાના શપથ લીધા હતા. રન ફોર યુનિટી કાર્યક્રમનો વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી (Rajendra Trivedi) , મેયર શ્રીમતિ જીગિષાબેન શેઠ (Jigisha Sheth) સહિતના મહાનુભવોએ ફ્લેગઓફ કરી પ્રારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૪મી જન્મ જયંતિ (Sardar Vallabhbhai Patel Birth Anniversary Vadodara City, Gujarat) વડોદરા શહેર માટે નહિં  સમગ્ર દેશ માટે એક અવસર છે. સરદાર પટેલે દેશને એક તાંતણે બાધવા ૫૬૨ રજવાડાઓને એક કર્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ (Prime Minister Narendra Modi) રન ફોર યુનિટી કાર્યક્રમના માધ્યમથી દેશને ઘણાં વર્ષો પછી એકતાનો સંદેશ આપવા માટે પ્રયાસ હાથ ધર્યાં છે. સમગ્ર વિશ્વએ પણ તેની નોંધ લીધી છે. અને દેશ પ્રગતિ માટે એકતાનો સંદેશ જરૂરી છે અને લોકોએ તેને સ્વકાર્યો પણ છે.

શયાજીબાગના ગેઈટ નં-૨થી રન ફોર યુનિટી પ્રસ્થાન થઈ, પંચમુખી હનુમાન મંદિર, કીર્તી મંદિર રોડ, કોઠી ચાર રસ્તા, જેલ રોડ, કાલા ઘોડા, અને સયાજીગંજમાં સરદાર પટેલની પ્રતિમા પાસે સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, મેયર શ્રીમતિ જીગીષાબેન શેઠ, કલેક્ટર શ્રીમતિ શાલિની અગ્રવાલ (Shalini Agrawal Vadodara Collector), મ્યુનિસિપિલ કમિશનર શ્રી નલિન ઉપાધ્યાય (Municipal Commissioner Nalin Upadhyay), સહિતના મહાનુભાવોએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પી ભાવવંદના કરી હતી.

રન ફોર યુનિટી કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર શ્રી જીવરાજ ચૌહાણ, અધિક નિવાસી કલેક્ટર શ્રી ડી.આર. પટેલ, નાયબ કલેક્ટર શ્રીમતિ ખ્યાતિ પટેલ સહિતના પદાધિકારી અને અધિકારી જોડાયા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.