રાષ્ટ્રપતિ કોવિંદ અને વડાપ્રધાન મોદી એપ્રિલમાં ફરીથી ગુજરાત આવશે

(એજન્સી) ગાંધીનગર, ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એપ્રિલ મહિનામાં ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ઉનાળામાં આકરી ગરમી વધે તે પહેલાં વિકાસલક્ષી પ્રોજેક્ટસના લોકાપર્ણ અને ખાતમુહુર્ત માટે આવી રહેલા આ બંન્ને મહાનુભાવોના મોટાપાયેે કાર્યક્રમો માટે રાજયના વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ આરંભી દીધી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એપ્રિલના બીજા કે ત્રીજા સપ્તાહમાં સુરત અને સારાષ્ટ્રના પ્રવાસે આવી શકે છે. અને તેઓ હજી ર૪ કલાક પહેલાં જ ગાંધીનગર અને જામનગર ની મુલાકાતે હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ માર્ચના બીજા સપ્તાહે બે દિવસ માટે ગુજરાતમાં રોકાણ કર્યુ હતુ.
હવે તેઓ ર૩ કે ર૪ એપ્રિલે જામનગર સ્થિત ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશ્નલ મેેડીસીનની સ્થાપના કરવા માટે આવી રહ્યા છે. રાજયના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યુ હતુ કે ભારત સરકારના આયુષ મંત્રાલયે હજી ગઈકાલે જ વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુએચઓ સાથે આ સંસ્થા જામનગરમાં સ્થાપવા કરારો કર્યા છે. જામનગરમાં દેશની સૌથી પ્રતિષ્ઠીત આયુર્વેદિક યુનિવર્સિટી પણ છે.