રાષ્ટ્રપતિ ચુંટણીની અસર ભારત અમેરિકાના સંબંધ પર પડશે નહીં

લંડન, વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે ભારત અમેરિકાના સંબંધ દ્વિપક્ષીય સમર્થનપર આધારિત છે અને બંન્ને દેશોના સમયની કસૌટી પર ખરા ઉતરવાના સંબંધ કાયમ કર્યા છેં અમને વિશ્વાસ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ચુંટણીના પરિણામ બંન્ન ેદેશોના સંબંધો પર અસર પાડશે નહી. શ્રૃગલા સાત દિવસીય પ્રવાસ પર બ્રિટેન પહોંચ્યા છે ત્યાં તે યુરોપીય દેશોથી દ્વિપક્ષીય સંબંધો અને પરસ્પર હિતોના મુદ્દાની સમીક્ષા કરશે શ્રૃંગલાએ કહ્યું કે ભારત અને અમેરિકાના સંબંધ ખુબ વ્યાપક અને બહુમખી છે.બંન્ને દેશ ફકત સમાન મૂલ્યો અને સિધ્ધાંતને સંયુકત કરે છે એટલું જ નહીં પરંતુ દ્વિપક્ષીય ક્ષેત્રીય અને બહુહેતુશીય સંબંધો પર સમાન રણનીતિક દ્ષ્ટિકોણ પણ રાખે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે ખાસ સંબંધ રહ્યો છે પરંતુ આપણે યાદ રાખવું પડશે કે તેમના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાથી પણ સારી સંબંધ હતાં. ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ ઉમેદવાર બ્રિડેન પણ સ્પષ્ટ કરી ચુકયા છે કે તે ભારત અને અમેરિકાના મજબુત રણનીતિક ભૌગીદાર ઇચ્છે છે.HS