રાષ્ટ્રપતિ જિનપિંગે ચીન સરહદે ન્યિંગચી શહેરની મુલાકાત લીધી
નવીદિલ્હી: ભારત સાથે સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તિબ્બતની મુલાકાત લીધી હતી. સત્તા સાંભળ્યાને એક દાયકા બાદ જિનપિંગની આ પ્રથમ તિબ્બતની મુલાકાત છે. ચીનની સરકારી એજન્સી શિન્હુઆ મુજબ, જિનપિંગે ભારતના અરુણાચલ પ્રદેશ રાજ્યથી જાેડાયેલ ચીનના ન્યિંગચી શહેરની મુલાકાત લીધી હતી. એટલું જ નહીં રાષ્ટ્રપતિ જિનપિંગ બ્રહ્મપુત્ર નદી પર બની રહેલા ડેમનું નિરીક્ષણ કર્યું હતું. ચીન અહીંયા દુનિયાનો સૌથી મોટો ડેમ બનાવી રહ્યું છે. જ્યારે ભારત આનો ભારે વિરોધ કરી રહ્યું છે.
રિપોર્ટ મુજબ, બુધવારે રાષ્ટ્રપતિ શી જિનપિંગ ન્યિંગચીના એરપોર્ટ પહોંચ્યા. ત્યાર બાદ ચીનના રાષ્ટ્રપતિ બ્રહ્મપુત્ર નદી અને તેની સહાયક નદીની ઘાટીનું નિરીક્ષણ કર્યું હતું. ચીન તિબ્બતથી લઈને ભારત સુધી ખૌબ જ પવિત્ર નદી માનવામાં આવતી ત્સાંગ્પો કે બ્રહ્મપુત્ર નદી પર ૬૦ ગીગાવોટનો વિશાળ ડેમ બનાવવાની યોજના તૈયાર કરી રહ્યું છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે ચીનના થ્રી જાેર્જ ડેમની સરખામણીએ બ્રહ્મપુત્ર નદી પર બની રહેલો ડેમ ત્રણ ગણી વધુ વીજળીનું ઉત્પાદન કરી શકશે. ચીન રેલવેની સાથે સાથે રસ્તાનો પણ વિસ્તાર કરી રહ્યું છે.
તેને હાલમાં જ બ્રહ્મપુત્ર નદીની ઘાટીની વચ્ચે એક વ્યૂહાત્મક રીતે મહત્વના હાઈવેનું નિર્માણ કર્યું છે. આ હાઇવે મેડોગ કાઉન્ટીને જાેડે છે જેની સરહદ અરુણાચલ પ્રદેશ સાથે જાેડાયેલી છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની અરુણાચલ સરહદની મુલાકાત એવા સમયે થઈ છે, જ્યારે હાલમાં જ ચીને પ્રથમ વખત સંપૂર્ણ રીતે વીજ સંચાલિત બુલેટ ટ્રેન શરૂ કરી છે. આ બુલેટ ટ્રેન રાજધાની લ્હાસા અને ન્યિંગચીને જાેડે છે. તેની ગતિ પ્રતિ કલાક ૧૬૦ કિમીની છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે થોડા સમય પહેલા જ કહ્યું હતું કે નવી બુલેટ રેલ લાઇન સરહદની સ્થિરતાને સુરક્ષિત રખવામાં મહત્વની ભૂમિકા નિભાવશે.
જ્યારે ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લાના બાડાહોતીમાં એલએસી નજીક ડ્રેગનની હલચલમાં વધારા બાદ પિથોરાગઢ જિલ્લાથી જાેડાયેલ ચીન સરહદમાં ભારતીય સુરક્ષા એજણીસો સતર્ક થઈ ગઈ છે. સુરક્ષા એજન્સીઓએ પણ નાભીઢાંગથી લીપુલેખ સુધીની તકેદારી વધારી દીધી છે.