રાષ્ટ્રપતિ ટ્રંપના આદેશ વિરૂધ્ધ ટીકટોક કોર્ટ પહોંચ્યું
ન્યુયોર્ક, શોર્ટ વિડિયો એર ટીકટોકે અમેરિકામાં તેના પર પ્રતિબંધ લગાવનારા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સરકારના નિર્ણયને કોર્ટમાં પડકાર આપ્યો છે તેણે રાષ્ટ્રપતિ ટ્રંપની વિરૂધ્ધ વાણિજય મંત્રી વિલ્બર રોસ અને વાણિજય વિભાગની વિરૂધ્ધ કેલિફોર્નિયાની એક કોર્ટમાં દાખલ કેસમાં કહેવાતી અનિધિકૃત કાર્યવાહી કરવાથી રોકવાનો આગ્રહ કર્યો છે કંપનીએ છ ઓગષ્ટના તેના પર પ્રતિબંધ લગાવવાના હુકમ અંગે આ દાવો કરવામાં આવ્યો છે. ટિકટોકને ભારતમાં પ્રતિબંધનો સામનો કરવો પડયો છે તેની માલિક ચીનની બાઇટડાન્સ કંપની છે ટિકટોકે કહ્યું કે તે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો નથી ટ્રંપ સરકારે કોઇ પુરાવા અથવા કોઇ પ્રક્રિયાનું પાલન કર્યા વગર તેના પર પ્રતિબંધ મુકવાનો આદેશ આપ્યો છે. કંપનીએ તેમની અરજીમાં કોર્ટથી સરકારના અભેદ્ય પ્રતિબંધથી સુરક્ષાની માંગ કરી છે.HS