રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મૂએ ઉમેદવારીપત્ર ભર્યું, વડાપ્રધાન મોદી સહિત ઘણા મુખ્યમંત્રી હાજર રહ્યા
નવીદિલ્હી, ઝારખંડના પૂર્વ રાજ્યપાલ અને NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ આજે સંસદ ભવન પહોંચીને પોતાનું નામાંકન ભર્યુ હતું . દ્રૌપદી મુર્મૂ શુક્રવારે, ૨૪ જૂને ઓરિસ્સા ભવનથી પોતાનુ નામાંકન ભરવા માટે સંસદ ભવન પહોંચી ગયા હતા.આ દરમિયાન દ્રૌપદી મુર્મૂએ સંસદ ભવનમાં મહાત્મા ગાંધી, આંબેડકર અને બિરસા મુંડાની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
પીએમ નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, કર્ણાટકના સીએમ બસવરાજ બોમ્માઈ, ઉત્તરાખંડના સીએ પુષ્કર સિંહ ધામી, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કેન્દ્રીય પ્રધાન વીકે સિંહ સહિત એનડીએના ઘણા મોટા નેતાઓ દ્રૌપદી મુર્મૂના નામાંકનમાં શામેલ થવા માટે સંસદ ભવન પહોંચી ગયા હતાં વાસ્તવમાં રાષ્ટ્રપતિની ચૂંટણી ૧૮ જુલાઈએ થવાની છે. એનડીએએ દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નોમિનેટ કર્યા છે. જ્યારે યશવંત સિન્હાને વિપક્ષ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યુ, ‘પહલા અનુસૂચિત સમાજના રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ બન્યા. ૭૫ વર્ષમાં આટલી મોટી આદિજાતિની કોઈએ કાળજી નહોતી લીધી. વડાપ્રધાને પોતાના કથન અને કાર્યને એક રૂપ આપીને સમાજના નીચલા સ્તરે રહેતા સમાજના લોકોને આજના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા છે.
દ્રૌપદી મુર્મૂના નોમિનેશનમાં હાજરી આપવા સંસદ ભવન પહોંચેલા કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈએ કહ્યુ કે તે ખૂબ જ નમ્ર મહિલા છે અને વિનમ્ર પૃષ્ઠભૂમિમાંથી આવે છે. તેઓ સુશિક્ષિત છે અને ધારાસભ્ય અને વહીવટકર્તા તરીકે સક્ષમ છે. મને લાગે છે કે આપણા પીએમ, એનડીએ અને ભાજપે યોગ્ય ર્નિણય લીધો છે.
બિહારના નાયબ મુખ્યમંત્રી રેણુ દેવીએ કહ્યુ કે વિપક્ષોએ આજે મગરના આંસુ ન વહાવા જાેઈએ અને મહિલાઓનુ સન્માન કરવુ જાેઈએ કારણ કે આપણી સંસ્કૃતિ મહિલાઓના સન્માનની છે. ભારતીય સંસ્કૃતિ સાથે જાેડાયેલા લોકો તેમને ના નહિ પાડે. વિપક્ષોને પ્રાર્થના છે કે તેઓ તેમની નિષ્ફળતા ન બતાવે અને સર્વસંમતિથી દ્રૌપદી મુર્મૂજીને પસંદ કરે.
તમને જણાવી દઈએ કે દ્રૌપદી મુર્મૂ ઓરિસ્સાના મયુરભંજના આદિવાસી જિલ્લાના રાયરાંગુર ગામના છે. દ્રૌપદી મુર્મૂ ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. દ્રૌપદી મુર્મૂ ૧૮ મે ૨૦૧૫થી ૧૨ જુલાઈ ૨૦૨૧ સુધી ઝારખંડના રાજ્યપાલ હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દ્રૌપદી મુર્મૂ ઓરિસ્સાના પ્રથમ મહિલા આદિવાસી નેતા છે જેમને રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા
ઓરિસ્સાના વતની મૂર્મુ સંથાલ આદિવાસી છે. આઝાદ ભારતના ઈતિહાસમાં આજ સુધી આદિવાસી સમુદાયને દેશના સર્વોચ્ચ પદનું સન્માન મળ્યું નથી. એ જાેતાં મૂર્મુ જાે રાષ્ટ્રપતિ બને તો નવો ઈતિહાસ લખાશે એ નિશ્ચિત છે.
દ્રૌપદી મુર્મુનું નામ એનડીએના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું એ સાથે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની મુશ્કેલીઓ વધી ગઈ છે. દ્રૌપદી મુર્મુ ઝારખંડના રાજ્યપાલ રહી ચૂક્યા છે, સંથાલ આદિવાસી જનસમુદાયના છે.
આથી રાષ્ટ્રપતિપદ માટે તેમનો માર્ગ મોકળો કરવાનું હેમંત સોરેન પર દબાણ હોય એ સ્વાભાવિક છે. ઝારખંડ મુક્તિમોરચાના સુપ્રીમો તરીકે સોરેન કટ્ટર ભાજપવિરોધી તો છે જ, સંયુક્ત વિપક્ષી મોરચાના આગેવાન પણ છે. આથી સંયુક્ત ઉમેદવારને જીતાડવા એ પણ તેમની ફરજ છે.
વળી સંયુક્ત મોરચાના ઉમેદવાર તરીકે યશવંત સિંહા જેવા દિગ્ગજ નેતા હોય ત્યારે સોરેનની ફરજ બેવડાઈ જાય છે કારણ કે સિંહા ઝારખંડના હઝારીબાગથી ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. આ સંજાેગોમાં સોરેન હવે મૂર્મુને ટેકો આપવાનું પસંદ કરે છે કે વિપક્ષી ઉમેદવારને એ જાેવું રસપ્રદ રહેશે.
સનદી અધિકારી તરીકે ઉજ્જવળ કારકિર્દી ધરાવતા યશવંત સિંહા અટલબિહારી વાજપેયીના વિશ્વાસુ તરીકે ભાજપમાં પણ ટોચના હોદ્દા સંભાળી ચૂક્યા છે અને નાણાંમંત્રી જેવી મહત્વની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે. ભાજપમાં નરેન્દ્ર મોદીના ઉદય પછી આખાબોલા યશવંત સિંહાની પડતીની શરૂઆત થઈ છે. રસપ્રદ બાબત એ છે કે યશવંત સિંહાનો દીકરો જયંત સિંહા કેન્દ્રીય મંત્રીમંડળમાં છે.
આમ છતાં વિપક્ષે સિંહાને ઉમેદવાર બનાવ્યા છે. કારણ કે અગાઉ ચર્ચાયેલા નામો પૈકી શરદ પવાર, ફારુક અબ્દુલ્લા અને ગોપાલકૃષ્ણ ગાંધી ઉમેદવારીનો ઈનકાર કરી ચૂક્યા છે. સત્તાધારી ગઠબંધનને પોતાના ઉમેદવારને જીતાડવા માટે થોડાંક જ મત ખૂટે છે અને સામે વિપક્ષો મક્કમપણે એકજૂટ બિલકુલ નથી. એ સંજાેગોમાં સંયુક્ત ઉમેદવારની હાર નિશ્ચિત છે. આમ છતાં યશવંત સિંહા હારની ખાતરી હોવા છતાં ઉમેદવાર બનવા તૈયાર થયા છે.HS2KP