રાષ્ટ્રપતિ ૩૫ લોકોની ફાંસીની સજા પર મહોર મારી ચુકયા છે
નવીદિલ્હી, નિર્ભયા ગેંગરેપ કેસના ચારેય દોષિતોના ડેથ વોરંટ પર કોર્ટમાં સહી થઇ ચુકી છે પવન જલ્લાદને બોલાવવા માટે પણ પત્ર લખવામાં આવ્યો છે. તિહાડ જેલ પ્રશાસન ફાંસીની ટ્રાયલ કરવા જઇ રહ્યું છે પરંતુ આ દરમિયાન દેશની અલગ અલગ જેલોમાં બંધ ૩૫ એવા અન્ય પણ અપરાધિઓ છે જેની દયા અરજીઓને રાષ્ટ્રપતિ રદ કરી ચુકયા છે ફાંસી પર રાષ્ટ્રપતિની મોહર લાગી ચુકી છે ખાસ વાત એ છે કે ૩૫ લોકોમાં ચાર મહિલાઓ પણ સામેલ છે.
ચાર મહિલાઓ અને ૩૧ પુરૂષોની યાદીમાં એક નામ નિઠારી કાંડના દોષી સુરેન્દ્ર કોલીનું પણ છે વર્ષ ૨૦૧૪માં કોલીની દયા અરજીને રાષ્ટ્રપતિ રદ કરી ચુકયા છે. મેરઠ જેલમાં ફાંસી આપવાની તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી હતી પરંતુ અંતિમ ક્ષેત્રે કોલીની ફાંસી પર રોક લગાવાઇ અને તે ફાંસીથી બચી ગયો. જયારે કલાબ,અફઝલ અને મેમન અનુક્રમે ૨૦૧૨,૨૦૧૩ અને ૨૦૧૫માં ફાંસી આપવામાં આવી હતી અફઝલ સંસદ હુમલાથી જાડાયેલ હતાં તો કસાબ મુંબઇ હુમલો અને મેમન મુંબઇ વિસ્ફોટમાં સામેલ હતાં આ ત્રણેયની ફાંસીના ચાર વર્ષ બાદ આ પહેલો પ્રસંગ છે જયારે નિર્ભય કેસના દોષિતોને ફાંસી આપવાની તૈયારી ચાલી રહી છે.
હરિયાણામાં રહેનારી સોનિયા,યુપીની શબનમ અને મહરાષ્ટ્રની રેણુકા અને સીમા આ ચારેય મહિલાઓની ફાંસી પર પણ રાષ્ટ્રપતિએ પોતાની મહોર મારી દીધી છે. સોનિયા અને શબનમ પર પોત પોતાના પરિવારના તમામ સભ્યોની હત્યા કરવાના દોષિત ઠેરવવામાં આવ્યા હતાં.સોનિયાનો પતિ સંજીવ તો શબનમનો પ્રેમી સલીમ પણ જેલમાં ફાંસી આપવાની રાહ જાઇ રહ્યાં છે જયારે રેણુકા અને સીમા બાળકોનું અપહરણ કરી તેમની પાસે ભીખ માંગવા અને બાદમાં કામને લાયક ન હોવા પર તેમની હત્યાની દોષી ઠેરવવામાં આવી રહી છે. આ ઉપરાંત મગનલાલ મધ્યપ્રદેશના રહેવાસી છે તેઓ સંપત્તિ વિવાદને કારણે પાંચ પુત્રીઓની હત્યાનો જુર્મ સાબિત થયો છે. યુપીના અજય પર એક તરફી પ્રેમમાં ૧૪ વર્ષની યુવતીને ઘરે જઇ મારવાનો દંડ સાબિત થયો છે. સોનુ સરદાર પર સોનાની લુંટ દરમિયાન એક જ પરિવારના છ લોકોની હત્યા કરવાનો દોષ સાબિત થયો છે.આ ઉપરાંત મહારાષ્ટ્રના રાજેન્દ્ર પ્રહલાદ વાસનિક ઝારખંડના મોફિલ અને મુબારક ખાન,પુણેના પુરૂષોતમ બોરાટે અને પ્રદીપ કોકડેની ફાંસી પર મહોર વાગી ચુકી છે.