Western Times News

Gujarati News

રાષ્ટ્રીયકક્ષાની ઓલ ઇન્ડિયા ઓપન કોમ્પિટિશન શોટગન સ્પર્ધામાં રાઈફલ શુટિંગ પ્લેયરને સિલ્વર મેડલ

ખેલમહાકુંભ ૨.૦ હેન્ડબોલમાં નર્મદા જિલ્લાની મહિલા રમતવીરોના નામે બ્રોન્ઝ મેડલ

(માહિતી) રાજપીપલા, નર્મદા જિલ્લાના એકમાત્ર રાઈફલ શુટિંગ પ્લેયર સરફરાજ દેસાઈએ તાજેતરમાં આર્મી માર્ક્સમેનશીપ યુનિટ, સ્ૐર્ંઉ ના સહકારથી યોજાયેલી રાષ્ટ્રીયકક્ષાની ઓલ ઇન્ડિયા ઓપન કોમ્પિટિશન શોટગન સ્પર્ધામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને ફરી વાર નર્મદા જિલ્લાના રમતક્ષેત્રના પાયાને મજબુતી પ્રદાન કરવાનો પ્રયાસ કર્યો છે.

ત્યારે બીજી તરફ જૂનાગઢ ખાતે તાજેતરમાં યોજાયેલી રાજ્યકક્ષાની ખેલમહાકુંભ ૨.૦ હેન્ડબોલમાં નર્મદા જિલ્લાની મહિલા રમતવીરોએ બ્રોન્ઝ મેડલ હાંસલ કરીને નર્મદા જિલ્લાને ગૌરવાન્વિત થવાનો અવસર પ્રદાન કર્યો છે.

નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી વિષ્ણુભાઈ વસાવા સહિત તમામ ટ્રેનર્સ-કોચિસ દ્વારા જિલ્લાના રમતવીરોમાં ખેલપ્રત્યે રુચિ કેળવવા અને ખેલભાવનાનું સિંચન કરવામાં આવી રહ્યું છે.

સંપૂર્ણ સુવિધાથી સજ્જ રાજપીપલા સ્પોટ્‌ર્સ સંકુલમાં રમતવીરોના ખેલ પ્રદર્શનને વધુમાં વધુ નિખારવા માટે ટ્રેનર્સ-કોચિસના પ્રયાસો બિરદાવવા પાત્ર છે. જેના પરિણામસ્વરૂપ જિલ્લાના રમતવીરો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં મેડલ હાંસલ કરીને જિલ્લાનું નામ રોશન કરી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.