Western Times News

Gujarati News

રાષ્ટ્રીય એકતા દિન નિમિત્તે વડોદરા ખાતે રન ફોર યુનિટીનું આયોજન

વડોદરા,  રાષ્ટ્રની સુરક્ષા, એકતા અને અખંડિતતાને ટકાવી રાખવા અને નાગરિકોમાં ભાઇચારાની ભાવના જળવાઇ રહે તેમજ નવી પેઢીમાં ભારતીય સંસ્કૃત્તિના સંસ્કારોનું સિંચન થાય તે ઉદેશ્ય સાથે રાષ્ટ્રીય એકતા દિન ઉજવણી કરવામાં આવે છે.

અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની (Sardar Vallabhbhai Patel) જન્મજયંતી નિમિત્તે તા.૩૧ ઓકટોબરે (31st October, 2019) રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય એકતા દિન નિમિત્તે વડોદરા જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકા દ્વારા વડોદરા ખાતે તા.૩૧મીને ગુરૂવારના રોજ સવારે ૬.૩૦ વાગ્યે સયાજીબાગના ગેટ નં.૨ પર રન ફોર યુનિટી કાર્યક્રમ (Run for unity) યોજાશે. આ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી (Rajendra Trivedi) અને મેયર ડૉ. જિગિષાબેન શેઠ (Mayor Jigisha Sheth) ફલેગ ઓફ કરી રન ફોર યુનિટીનું પ્રસ્થાન કરાવશે.

રન ફોર યુનિટી સયાજીબાગના ગેટ નં.૨ થી શરૂ થઇ પંચમુખી હનુમાન મંદિર, કિર્તી મંદિર રોડ, સરકારી છાપખાના, કોઠી ચાર રસ્તા, જેલ રોડ, કાલા ઘોડા, સયાજીગંજ થઇ સરદાર પટેલની પ્રતિમા પાસે સંપન્ન થશે. કાર્યક્રમમાં સાસંદ શ્રીમતી રંજનબેન ભટ્ટ (Ranjan bhatt, અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત માટીકામ, કલાકારી અને ગ્રામ્ય ટેકનોલોજી સંસ્થાનના અધ્યક્ષ શ્રી દલસુખભાઇ પ્રજાપતિ (Dalsukh Prajapati) તેમજ ધારાસભ્યશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.