રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા “ગૌ આધારીત અર્થ વ્યવસ્થા” ને વેગ આપવા માટે રાષ્ટ્રીય સ્તરનો વેબીનાર યોજાયો
ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગ અને સરોજિની નાયડુ વનિતા મહાવિદ્યાલય કોલેજ, હૈદરાબાદ ના સહિયારા પ્રયાસથી હૈદરાબાદ ના જીયાગુડા ગૌ શાળા ખાતે સવારના ૫:૦૦ વાગ્યાથી બપોરના ૪:૦૦ વાગ્યા સુધી સરોજિની નાયડુ વનિતા મહાવિદ્યાલય કોલેજના ૧૦૦ સ્વયંસેવકો દ્વારા ૧,૦૦,૦૦૦૦ ગોબ્બેમલુ (ગોબર કેક) બનાવવા માં આવ્યા.
આ કાર્યક્રમ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ માટે પણ ક્વોલિફાય થયો છે અને તેઓ પરિણામ વિશે ટૂંક સમયમાં જાણ કરશે. સમગ્ર ભારત માં ગોબ્બેમલુ(ગોબર કેક) કેવી રીતે બનાવી શકાય તે માટે ટ્રેનર ડૉ. સી. એચ. પદ્મા (એન.એસ.એસ.- કો.ઓર્ડીનેટર, હૈદરાબાદ) દ્વારા વેબીનાર ના માધ્યમથી શીખવાડવામાં આવ્યું હતું.
સમગ્ર વેબીનારનું સંચાલન અમિતાભ ભટ્ટનાગર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ નો મુખ્ય ઉદ્દેશ ગૌ આધારીત અર્થવ્યવસ્થા ને વેગ આપવા તેમજ પંચગવ્ય ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનું હતું. ગૌમાતાના ગોબર અને ગૌમૂત્ર માંથી જીવલેણ બીમારી ઓની દવાઓ અને રાસાયણિક ઉત્પાદનો બનાવી શકાય છે. અને ખેડૂતોની આવકમાં વધારો કરીને સૌને આત્મનિર્ભર બનાવી શકાય છે.સમગ્ર આયોજન અંગે રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયાનું માર્ગદર્શન મળ્યું હતું.