રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા જરૂરિયાત મંદ લોકોને અનાજ કીટનું વિતરણ કરાયું
ભરૂચમાં કોઈપણ આપત્તિ આવતી હોય ત્યારે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ લોકોની વ્હારે -ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ ગરીબ જરૂરિયાતમંદ લોકો માટે ઈશ્વર રૂપી સાબિત થયા
ભરૂચ, ભરૂચ જીલ્લામાં કોરોના વાયરસને લઈને હાલ લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે રોજ લાવી રોજ ખાનારા લોકોની હાલત કફોડી બની રહી છે.ત્યારે શહેર ના બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પણ જરૂરિયાતમંદ લોકોની અનોખી રીતે સેવા કરી રહ્યા છે.ત્યારે વિવિધ સેવાભાવી સંસ્થાઓ આગળ આવી રહી છે ત્યારે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા પણ મોટી સંખ્યામાં જરૂરિયાત સામગ્રી વિતરણ કરી સ્લમ વિસ્તારો તથા જરૂરિયાતમંદ લોકો ને પહોંચાડી અનોખી માનવતા મહેકાવી રહ્યા છે.
ભરૂચ જીલ્લામાં કાર્યરત રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા કોરોના મહામારીની આવી પડેલ આપતિ સમયે અલગ અલગ જગ્યાએ જરૂરિયાતમંદ લોકોને જમવાના ફૂડ પેકેટ લોકડાઉન ના સમય માં પહોંચાડવામાં આવે છે.જેના ભાગરૂપે અનાજ ની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.જેમાં ઘઉંનો લોટ,ચોખા,દાળ,તેલ તથા ખાંડ જેવી ચીજવસ્તુઓ ની કીટો બનાવી અલગ અલગ જગ્યાએ વિતરણ કરવામાં આવી છે.
જે પૈકી ભરૂચ શહેર ના બી ડિવિઝન માં પી.આઈ વી.બી.કોઠીયા દ્વારા જરૂરિયાત કુટુંબો ને જમવાનું તથા જરૂરી ચીજવસ્તુઓ જરૂરિયાત લોકોને પહોંચાડતા હોઈ તેના ભાગરૂપે અનેક સંસ્થાઓ તરફ થી સહાય પહોંચાડતી હોઈ ત્યારે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા અનાજ ની કીટ પહોંચાડવામાં આવી હતી.આ સાથે પી.આઈ વી.બી.કોઠીયા દ્વારા ગરીબ લોકો ને સહાયરૂપ બની મદદ પહોંચાડતા હોઈ તેમના કામની સરાહના કરવામાં આવી હતી. આ સંદર્ભે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ ના અઘ્યક્ષ અરવિંદસિંહ રણા તથા તેમની ટીમ ના વરદ હસ્ત પી.આઈ વી.બી.કોઠીયાએ ગરીબ જરૂરિયાતમંદ કુટુંબો ને મદદ કરવાના ભાગરૂપે અનાજ ની કીટો પહોંચાડી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ વી.બી.કોઠીયાની અનોખી માનવતા.
સમગ્ર ભરૂચ જીલ્લામાં લોકડાઉન ચાલી રહ્યુ છે અને રોજ મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારોની હાલત કફોડી બની છે.આવા સમયમાં રોજગારીની ન મળવાના કારણે ખાવાના પણ ફાફા પડી જતા હોય છે.ત્યારે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકની હદમાં સ્લમ વિસ્તારો આવેલા છે અને આ પરિવારો રોજ મજૂરી કરી રોજ લાવી રોજ ખાનારાવો ને ગુજરાન ચલાવવું મુશ્કેલ પડી ગયું છે. ત્યારે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ વી.બી.કોઠીયા દ્વારા અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થઈ રહ્યા છે.પોલીસની ફરજ સાથે માનવ સેવાનુ પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે અને લોકડાઉન નો પ્રારંભ થયો ત્યાર થી જ અનેક જીવન જરૂરિયાત લોકોની અનોખી સેવા કરી રહ્યા છે.
પોલીસકર્મીઓની ટિફિન સેવા માટે પાલિકાના અપક્ષ નગર સેવક મનહર પરમારે ૧૫ હજાર રોકડ ની સહાય કરી.
કોરોના ની મહામારી મેં લઈને લોકડાઉન કરવામાં આવ્યું છે.જેનું કડક પાલન થાય તે માટે પોલીસ રાત દિવસ ખડે પગે પોતાની ફરજ બજાવી રહી છે.ત્યારે તેઓ ને જમવા માટે શહેર ના બી ડિવિઝન પોલીસ મથક ના પી.આઈ વી.બી.કોઠીયા દ્વારા ટિફિન ની વ્યવસ્થા કરી તેઓ ને પ્રોત્સાહન મળી રહે તે માટે નાનકડો પ્રયાસ કર્યો હતો.જેમાં ભરૂચ નગર પાલિકા ના અપક્ષ નગર સેવક મનહર પરમારે પણ આ કાર્ય મ જોડાયા હતા અને ભરૂચ સીટી મામલતદાર રણજીત મકવાણા ની હાજરી માં ૧૫ હજાર રોકડા પી.આઈ વી.બી.કોઠીયા ને આપ્યા હતા અને તેઓ ની આ સેવા ને બિરદાવી હતી.