Western Times News

Gujarati News

રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીએ NDAથી ગઠબંધન તોડયું

નવીદિલ્હી, એનડીએના સાથી રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (આરએલપી)ના સંયોજક અને નાગૌરથી સાંસદ હનુમાન બેનીવાલે ત્રણ કૃષિ કાનુનોના વિરોધમાં ચાલી રહેલ કિસાન આંદોલનમાં અને લોકહિતના મુદ્દાને લઇ એનડીએથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. રાજસ્થાનના અલવર જીલ્લામાં શાહજહાંપુર ખેડા સીમા પર પ્રદર્શનકારીઓને સંબોધિત કરતા રાજસ્થાનના નાગૌરથી લોકસભા સાંસદ બેનીવાલે કહ્યુું કે અમે કોઇ કોઇની પણ સાથે ઉભા રહીશું નહીં જે કિસાનોની વિરૂધ્ધ છે.

બેનીવાલે ૧૯ ડિસેમ્બરે પત્રકારોને કહ્યું હતુું કે તેઓ બે લાખ કિસાનોની સાથે દિલ્હી તરફ કુચ કરશે તથા રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનમાં બની રહેવાની બાબતમાં નિર્ણય કરશે હવે તેમણે એનડીએમાંથી અલગ થવાની જાહેરાત કરી છે.
આ પહેલા ૧૯ ડિસેમ્બરે જ તેમણે સંસદની ત્રણ સમિતિઓના સભ્ય પદેથી રાજીનામુ આપવાની જાહેરાત કરી હતી

સાંસદે પોતાના રાજીનામા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને મોકલ્યા હતાં બિરલાને મોકલેલા પત્રમાં બેનીવાલે સંસદની ઉદ્યોગ સંબંધી સ્થાયી સમિતિ, અરજી સમિતિ અને પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલયની પરામર્શ સમિતિમાંથી રાજીનામા આપી દેવાની વાત કરી હતી.

બેનીવાલે ૨૦૧૮ની રાજય ચુંટણી પહેલા ભાજપને છોડી બાદ રાજસ્થાનમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (આરએલપી)ની શરૂઆ કરી હતી પાર્ટીએ ૨૦૧૯ની સામાન્ય ચુંટણી પહેલા ભાજપની સાથે ગઠબંધન કર્યું હતું પરંતુ કૃષિ કાનુનોની ટીકા કરી અને કિસાનોના આંદોલનને સમર્થન આપ્યું હતુું.

આરએલપી છોડનારા એનડીઓનો સૌથી નવો સભ્ય છે આ પહેલા એનડીએના સૌથી મોટા સાથી શિવસેનાએ ગત વર્ષ ગઠબંધન છોડયું હતું અને આ વર્ષ સપ્ટેમ્બરમાં અકાલી દળે કૃષિ કાનુનોની વિરૂધ્ધ જારી કિસાનોના વિરોધનું સમર્થન કરતા એનડીએથી ખુુદને અલગ કરી લીધુુ હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.