રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની અરવલ્લી જિલ્લાની કારોબારી બેઠક યોજાઇ
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ , અરવલ્લી જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક સંવગૅની બેઠક યોજાઈ ગઈ. જેમાં ગુજરાત પ્રાંતના મહામંત્રી શ્રી રતુભાઈ ગોળ અને માધ્યમિક સંવગૅના ગુજરાતના અધ્યક્ષ શ્રી રમેશભાઇ ચૌધરી, હે ઉ ગુ યુનિ શૈક્ષિક સંઘના મહામંત્રી પ્રો જગદીશ પ્રજાપતિ, મંત્રી પ્રો ગોપાલ પટેલ , સા. કાં. શૈક્ષિક મહાસંઘના મહામંત્રી શ્રી અંકુરભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધર્મ જાગરણ, ગુજરાત પ્રાંતના પ્રમુખ શ્રી મોહનભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી સંગઠનના વિસ્તાર માટે માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
આ બેઠકમાં શ્રી રતુભાઈએ જણાવ્યું હતું કે આગામી 21 માર્ચના રોજ ગાંધીનગર ખાતે મહારેલીનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 4200 ગ્રેડ પે, સી.સી.સી મુદત માં વધારો કરી મૂળ તારીખથી ગ્રેડ પે આપો, HTAT ના પ્રશ્નોનો ઉકેલ, બાળકોની સંખ્યાનો રેશિયો ઘટાડવો, વધ ઘટ બદલી માં 5 કેમ્પ સુધી મૂળ શાળાનો લાભ, જૂની પેન્શન યોજના લાગુ કરવી, સાતમા પગાર પંચના બાકી ભથ્થાં એરીયસૅ સહિત આપવા વગેરે માંગણીઓની રજૂઆત સરકાર સમક્ષ કરવામાં આવનાર છે. આ રેલીમાં અરવલ્લી જિલ્લામાંથી 1000 થી વધુ શિક્ષકો જોડાશે, એવું જણાવ્યું હતું.
આ બેઠકમાં પ્રાથમિક સંવગૅની જિલ્લાની કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે મિનેષભાઈ પટેલ, મંત્રી તરીકે ભરતભાઈ પટેલ, ઉપાધ્યક્ષ તરીકે વિનોદભાઈ કે પટેલ અને પ્રજ્ઞેશભાઈ શર્મા, મહિલા ઉપાધ્યક્ષ ગાયત્રીબેન પંડ્યા, મહિલા મંત્રી આશાબેન પ્રજાપતિ, સહમંત્રી ભરતભાઈ પંચાલ અને વિશ્રામભાઈ બરંડા, સંગઠનમંત્રી જતિનભાઈ પટેલ, કોષાધ્યક્ષ રવિભાઈ રાઠોડ, પ્રચાર મંત્રી રવિભાઈ પટેલ, આંતરિક ઓડિટર સુનિલભાઈ બ્રહ્મભટ્ટ ની ઘોષણા કરવામાં આવી હતી.
આગામી વર્ષ માટે 3000 સદસ્યોની નોંધણી કરવાનો લક્ષ્યાંક નવા વરાયેલા પ્રમુખ મિનેષભાઈ પટેલે મૂક્યો હતો. જેને ઉપસ્થિત સૌ સભ્યો એ વધાવી લીધો હતો. આગામી ટુંક સમયમાં દરેક તાલુકાની હોદ્દેદારો અને કારોબારી સમિતિ ની રચના કરાશે તથા જિલ્લા ના પ્રાથમિક શિક્ષકો ના પ્રશ્નો માટે શિક્ષણાધિકારીશ્રી સાથે સંવાદ કરવામાં આવશે એમ પ્રમુખ મિનેશભાઈ પટેલ એ જણાવ્યું હતુ.