રાષ્ટ્ર ભક્તિના ત્રિરંગા રંગમાં રંગાયું મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર
(તસ્વીર: બકોર પટેલ, મોડાસા) ૭૫ માં સ્વતંત્રતા પર્વ સમગ્ર દેશભરમાં ઉત્સાહભેર રાષ્ટ્રીય ઉત્સવ મનાવાઈ રહ્યું છે, ત્યારે મોડાસા ખાતેના ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગાયત્રી માતાજી ત્રિરંગા રંગમાં શૃંગાર તેમજ સમગ્ર ચેતના કેન્દ્રમાં રાષ્ટ્ર ભક્તિના દર્શન થયા.
ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા મળેલ જાણકારી અનુસાર સ્વતંત્રતા પર્વ ની ઉજવણી મોડાસા તેમજ આસપાસના ગામોમાં સૌ ગાયત્રી ઉપાસકો રાષ્ટ્રની અખંડિતતા તેમજ રાષ્ટ્ર ખૂબજ સમૃદ્ધિ અને સશક્તિકરણ માટે તેજ ગતિથી આગળ વધી ખૂબજ પ્રગતિ પામે તે માટે આજના દિવસે સૌ સાધકોએ પોતાના ઘેર ગાયત્રી મહામંત્રની વિશેષ ઉપાસના તેમજ યજ્ઞ કરી રાષ્ટ્ર માટે વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશેષ આહુતિઓ આપવામાં આવી.
વિશેષમાં રાષ્ટ્રભક્તિના આ વિશેષ પર્વ પર યુવા ટીમ દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું. મોડાસા ની પરમહંસ સોસાયટી વિસ્તારમાં ત્યાંના સ્થાનિક રહિશોને તરુયજ્ઞ કર્મકાંડ દ્વારા ભાવનાત્મક સંબંધ જાેડી ઉછેર કરવાના સંકલ્પ સાથે દશ વૃક્ષારોપણ કરવામાં આવ્યા.
આ આયોજનમાં હેમંતભાઈ પટેલ સહિત પરમહંસ સોસાયટી વિસ્તારના સ્થાનિક રહિશો તેમજ જી.પી.વાય.જી. મોડાસા ના પરેશ ભટ્ટ, પ્રજ્ઞેશ કંસારા, ભાર્ગવ પ્રજાપતિ, પ્રકાશ સુથાર, રવિ પટેલ, યશ ભટ્ટ દ્વારા કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.*