Western Times News

Gujarati News

રાહતના સમાચાર: રાજ્યમાં છેલ્લા ૩ દિવસથી કેસોની સંખ્યામાં સ્થિરતા

Files Photo

ગુજરાતમાં ૧૪૩૪૦ નવા કેસ, ૧૫૮ના મોત-છેલ્લા ત્રણ દિવસથી ૧૦૦થી ૨૦૦નો વધારો થઇ રહ્યો છે, જે હાલનાં દિવસોમાં જાેવા મળેલા ઉછાળા કરતા ઓછો

ગાંધીનગર,  ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. જાે કે બીજી તરફ કોરોના હવે ધીરે ધીરે કાબુમાં આવી રહ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી આંકડા ૧૪ હજારની આસપાસ આવી રહ્યા છે. તેમાં ૧૦૦થી ૨૦૦નો જ વધારો થઇ રહ્યો છે. જે હાલનાં દિવસોમાં જાેવા મળેલા ઉછાળા કરતા પ્રમાણમાં ઓછો છે.

ગુજરાતમાં આજે કુલ કોરોનાનાં ૧૪,૩૪૦ કેસ નોંધાયા હતા. જ્યારે ૭૭૨૭ દર્દીઓ રિકવર થયા હતા. અત્યાર સુધીમાં કેલ ૩,૮૨,૪૨૬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં દર્દીઓનો સાજા થવાનો દર ૭૫.૯૩ ટકાએ પહોંચ્યો હતો. અત્યાર સુધીમાં કુલ ૯૪,૩૫,૪૨૪ લોકોનું પ્રથમ ડોઝનું અને ૨૦,૧૯,૨૦૫ લોકોનું બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે.

આ પ્રકારે કુલ ૧,૧૪,૫૪,૬૨૯ લોકોનું રસીકરણ થઇ ચુક્યું છે. આજે ૬૦ વર્ષથી વધારે વયના અને ૪૫થી ૬૦ વર્ષના કુલ ૬૪,૫૭૧ વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને ૮૩,૧૩૫ લોકોનાં બીજા ડોઝનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં કોઇ પણ વ્યક્તિને રસીની ગંભીર આડઅસર જાેવા મળી નથી.

રાજ્યમાં કોવિડ ૧૯નાં ૧૪,૩૪૦ દર્દીઓ નોંધાયા છે. સમગ્ર રાજ્યમાંથી ૭૭૨૭ દર્દી સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ પણ ૭૪.૯૩ ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૩,૮૨,૪૨૬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧૨૧૪૬૧ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૪૧૨ લોકો છે. ૧૨૧૦૪૯ લોકો સ્ટેબલ છે. ૩,૮૨,૪૨૬ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૬૪૮૬ લોકોનાં મોત નિપજ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.