રાહા કપૂર ભારતની સૌથી અમીર સ્ટાર કિડ
રાહાને મોંઘી ગિફ્ટ્સ મળવા લાગી છે
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમની પુત્રી રાહા કપૂર પર ખુબ પ્રેમ વરસાવે છે
આ દોઢ વર્ષની બાળકી છે બોલિવૂડની સૌથી અમીર સ્ટાર કિડ્સ ?
મુંબઈ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમની પુત્રી રાહા કપૂર પર ખુબ પ્રેમ વરસાવે છે. ત્યારે બોલિવુડમાં સૌથી નાની ઉંમરની સ્ટાર કિડ્સ પણ માનવામાં આવી રહી છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટની પ્રિય રાહા કપૂર માત્ર દોઢ વર્ષની છે. પરંતુ જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો તે ભારતની સૌથી અમીર સ્ટાર કિડ બનવા જઈ રહી છે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાના નવા ઘરે શિફટ થવાની તૈયારી કરી રહ્યા છે. જે મુંબઈના બાંદ્રામાં આલીશાન બંગલો છે, એક રિપોર્ટ મુજબ રણબીર પોતાની દિકરી રાહા કપૂરના નામ પર કૃષ્ણા રાજ બંગલાનું નામ રાહા રાખવા માંગે છે. કપલે આ બંગલામાં ૨૫૦ કરોડ રુપિયાનું ઈનવેસ્ટમેન્ટ કર્યું છે. જેની ગણતરી મુંબઈના ખુબ મોંઘા બંગલામાં થાય છે.
રાહા કપૂર અન્ય સ્ટાર કિડ્સની તુલનામાં સૌથી પોપ્યુલર છે. તેમજ નાની ઉંમરમાં જ તે કરોડોની સંપત્તિની માલિકન પણ બની ગઈ છે. આ ભવ્ય બંગલા સિવાય આલિયા અને રણબીર પાસે બાંદ્રામાં ૪ ફ્લેટ છે. જેની કુલ કિંમત ૬૦ કરોડ રુપિયાથી વધુ છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અવારનવાર તેમના નવા બંગલાનું કામ જોવા જાય છે.
રાહાના જન્મ પછી આ બંગલાનું કામ ઝડપથી વધી ગયું છે. વર્કળન્ટની વાત કરીએ તો રણબીર કપુર હાલમાં નિતેશ તિવારીની ફિલ્મ રામાયણને લઈ ચર્ચામાં છે. હાલમાં સોશિયલ મીડિયા પર તેના ફોટો અને વીડિયો પણ વાયરલ થયા હતા. તો આલિયા ભટ્ટ ફિલ્મ જીગરામાં જોવા મળશે.ss1