રાહુલના ઈશારે સિધ્ધુએ ઈમરાનને મોટા ભાઈ ગણાવ્યા: સંબિત પાત્રા

નવી દિલ્હી, કરતારપુર સાહેબ ગયેલા પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજાેત સિંહ સિધ્ધુએ પાક પીએમ ઈમરાનખાનને મોટા ભાઈ ગણાવ્યા બાદ ભાજપ લાલચોળ છે.
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ હતુ કે, જે સિધ્ધુનુ નિવેદન કરોડો ભારતીયો માટે ચિંતાનો વિષય છે.સિધ્ધુ પાકિસ્તાન જાય અને પાકિસ્તાનના વખાણ ના કરે તે શક્ય જ નથી.કોંગ્રેસનુ આ યોજનાબધ્ધ ષડયંત્ર છે.રાહુલ ગાંધીના ઈશારે સિધ્ધુએ આ નિવેદન આપ્યુ છે.
પાત્રાએ કહ્યુ હતુ કે, આ પહેલા સલમાન ખુરશીદ અને મણીશંકર ઐયર પણ હિન્દુત્વને ગાળો આપી ચુકયા છે.આ જ ક્રમમાં સિધ્ધુનુ નિવેદન આવ્યુ છે.કોંગ્રેસનુ આ કાવતરુ છે.શું પ્રિયંકા ગાંધી પણ ઈમરાન ખાનને પોતાના મોટા ભાઈ માને છે?પંજાબ એક સંવેદનશીલ બોર્ડર સ્ટેટ છે અને ત્યાં પણ પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીના પ્રયત્નો થતા રહેતા હોય છે.આવા સંજાેગોમાં બોર્ડર સ્ટેટના રાજકારણીઓએ પરિપક્વતા દાખવવાની જરુર હોય છે.
તેમણે કહ્યુ હતુ કે, ભૂતકાળમાં પાક આર્મી ચીફ બાજવાને પણ સિધ્ધુ ગળે મળી ચુકયા છે અને પાકિસ્તાનને મેરા યાર..દિલદાર ગણાવી ચુકયા છે.SSS