રાહુલને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની તૈયારીઓ શરૂ
નવીદિલ્હી, કોંગ્રેસે રાહુલ ગાંધીને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે.મળતી માહિતી અનુસાર પ્રમુખ પદ માટેની ચુંટણી પ્રક્રિયા ડિસેમ્બરમાં શરૂ થશે ડિસેમ્બરમાં જ કાર્યકારી સમિતિની બેઠકમાં રાહુલના નામે પ્રસ્તાવ પસાર કરવામાં આવશે આ પછી જાન્યુઆરીમાં રાષ્ટ્રીય અધિવેશન બોલાવીને રાહુલના નામ પર મહોર લાગશે.
સત્રમાં નવી કાર્યકારી સમિતિના ૧૨ સભ્યોની પણ પસંદગી કરવામાં આવશે જયારે નવા અધ્યક્ષને અન્ય ૧૨ સભ્યોની પસંદગી કરવાનો અધિકરાર હશે સુત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય અધ્યક્ષની ચુંટણી માટે તૈયારીઓ ચાલુ છે અને આ ટાળી શકાય નહીં તે જ સમયે રાહુલ તરફી નેતાઓને પણ ખાતરી છે કે બિહાર અને ઘણા રાજયોની પેટાચુંટણીના પરિણામો સંગઠનના નેતૃત્વ સાથે જાેડાયેલા ન હોવા જાેઇએ.
પાર્ટી રાહુલના નેતૃત્વ હેઠળ ઘણા રાજયોમાં ચુંટણી પણ જીતી છે આ અગાઉ સોનિયા ગાંધીએ કોંગ્રેસના ૨૩ નેતાઓના નેતૃત્વ વિરૂધ્ધ સ્પષ્ટતા અને ખુલ્લા પત્ર લખ્યા બાદ કાર્યકારી સમિતિની બેઠકમાં પદ છોડવાની ઓફર કરી હતી ખુબ સમજાવટ પછી તે આગામી ચુંટણી સુધી વચગાળાના પ્રમુખ પદ ઉપર રહેવા માટે સંમત થયા હતાં જેથી કોરોના નિયમોમાં છુટછાટ બાદ પક્ષ કાર્યકારી સમિતિની બેઠક બોલાવીને તેમાં નિર્ણય લેવા માંગે છે. પાર્ટીમાં મોટો વર્ગ રાહુલની તરફેણમાં છે હાલની વર્કિગ કમિટીમાં હજુ પણ એવા નેતાએ છે જેમણે વિરોધ કર્યો હતો.HS