રાહુલે ભાજપ સાથે મિલીભગતનું કોઇ નિવેદન આપ્યું નથી: કપિલ
નવીદિલ્હી, કોંગ્રેસ પાર્ટીમાં પરસ્પર કંકાશનો સિલસિલો શરૂ થઇ ગયો છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં વિવિધ પ્રકારની વાતો સામે આવી રહી છે. પરંતુ કોંગ્રેસ પાર્ટી વર્ષોથી પરિવારવાદની જંજાળમાં ઉલઝીને રહી ગઇ છે આ દરમિયાન પત્ર અંગે રાહુલ ગાંધીના ભાજપ સાથે મિલીભગત વાળા નિવેદન પર વિવાદ ચાલુ થયો છે આ ધમાસાણ પર કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે રાહુલે ભાજપ સાથે મિલીભગતનું કોઇ નિવેદન આપ્યું નથી ત્યારબાદ જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે ટ્વીટ કરીને કહ્યું કે રાહુલ ગાંદતી સાથે મારી વાત થઇ અને તેમણે આવા કોઇ નિવેદનનો ઇન્કાર કર્યો છે માટે હું મારૂ જુનુ ટિ્વટ પાછુ લઉ છું.કપિલ સિબ્બલે ટિ્વટ કરીને કહ્યું હતું કે રાહુલ ગાંધીએ જાતે મને કહ્યું કે જે વાત તેમને જાેડીને કહેવામાં આવી રહી છે તે ખોટી છે રાહુલ ગાંધી એ નથી કહ્યું કે જે નેતાઓએ પત્ર લખ્યો છે તેમના ભાજપ સાથે સાંઠગાંઠ છે માટે હું મારૂ પહેલુ ટિ્વટ ડીલીટ કરી રહ્યો છું
રાહુલ ગાંધી સાથે વાત કરતા પહેલા કપિલ સિબ્બલે તેમનાથી નારાજગી વ્યકત કરી હતી સિબ્બલે ટિ્વટ કરીને રાહુલ ગાંધીની ટીકા કરી હતી તેમણે કહ્યું કે રાજનીતિમાં કંઇ પણ થઇ શકે છે કોંગ્રેસના પરિવારવાદનું જ પરિણામ છે કે પાર્ટીના પોતાના નેતા જ એક પછી એક વિરોધમાં ઉતરી રહ્યાં છે પરિણામ સૌની સામે છે. કપિલ સિબ્બલે બીજા એક ટિ્વટમાં લખ્યું હતું રાહુલ ગાંધી કહે છે કે અમારી ભાજપ સાથે સાંઠગાઠ છે રાજસ્થાન હાઇકોર્ટમાં પાર્ટીને સફળતા અપાવી મણિપુરમાં ભાજપ સામે પુરી તાકાતથી પાર્ટીને બચાવ કર્યો છેલ્લા ૩૦ વર્ષોમાં ભાજપના પક્ષમા એક પણ નિવેદન આપ્યું નથી છતાં અમારા પર ભાજપ સાથે સાંઠગાંઠનો આરોપ લાગી રહ્યો છે.HS