રાહુલ અને અખિલેશ લાલચમાં રહ્યાં તો ભાજપ જીતશે: કમાલ ખાન

લખનૌ, બોલીવુડ અભિનેતા કમાલ આર ખાન ઉર્ફે કેઆરકે આગામી યુપી ચુંટણીને લઇ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવને સલાહ આપતા નજરે આવ્યા કેઆરકેએ કહ્યું કે રાહુલ ગાંધી અને અખિલેશ સત્તાની લાલચમાં ન રહે યુપીની સત્તાને લઇ કરવામાં આવેલ કમાલ આર ખાનના આ ટ્વીટ પર ખુબ લોકોએ પણ રિએકશન આપ્યું હતું.
કેઆરકેએ પોતાની પોસ્ટમાં કહ્યું દુનિયામાં સૌથી ખરાબ લાલચ છે જાે તમે બંન્ને રાહુલ અને અખિલેશ સત્તાની લાલચમાં રહ્યાં તો એકવાર ફરી ઉત્તરપ્રદેશમાં ભાજપની સરકાર બનવાનું નક્કી છે. ઓછામાં ઓછું યુપીના લોકોની ભલાઇ માટે તમે બંન્ને તાકિદે ગઠબંધન કરી લો અને આવનાર ચુંટણી એક સાથે મળી લડવી જાેઇએ.
કમાલ ખાનના આ પોસ્ટ પર પ્રાઉડ ઇન્ડિયા નામના એકાઉન્ટથી ટીપ્પણી આવી ચુંટણી બાદ કરી લે ગઠબંધન પરંતુ ચુંટણી પહેલા દુર રહે સમાજવાદી પાર્ટીથી જયારે અન્યે કહ્યું બસ ચુંટણી પર જ્ઞાન આપવાનું બંધ કરો યુઝરે કહ્યું કે તમે સલમાનની સાથે ગઠબંધન કરી લો. જાે તમને સમજ હોય તે ખુદ જ ચુંટણી લડી લો અન્ય યુઝરે લખ્યું કે ગત વિધાનસભા ચુંટણીમાં અખિલેશની હારનું કારણ રાહુલ હતાં.HS