Western Times News

Gujarati News

રાહુલ અને પ્રિયંકાની પીડિતાના પરિવારને ન્યાય અપાવવા ખાતરી

હાથરસ: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પીડિતના પરિવારને મળવા માટે ઉત્તર પ્રદેશના હાથરસ પહોંચ્યા હતા. બંધ રૂમમાં, તેણે પીડિતાના પરિવાર સાથે લગભગ એક કલાક વાત કરી. આ દરમિયાન પ્રિયંકાએ પીડિતાના માતાના ખભા પર હાથ મૂક્યો હતો અને તે ભેટતી જોવા મળી હતી. બેઠક બાદ તેમણે કહ્યું કે, અમે અન્યાય સામે લડશું અને પરિવાર ન્યાયિક તપાસ ઇચ્છે છે. તેમણે ડીએમને હટાવવાની માગ પણ કરી હતી. પ્રસંગે મીડિયા અને સુરક્ષા કર્મચારીઓ ઉપરાંત લોકોની મોટી ભીડ હતી.

બહાર લોકોની ભારે ભીડ જોઇ પોલીસ જવાનો સુરક્ષા માટે તૈયાર હતા. તેણે ચેન બનાવીને રસ્તો તૈયાર કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ સુરક્ષા જવાનોની સુરક્ષામાં પાછા ગયા હતા. પીડિત પરિવાર અને રાહુલ, પ્રિયંકા અને અધિર રંજન ચૌધરી નાના ઓરડામાં હાજર હતા. મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કિશોરીના મૃત્યુ બાદ પીડિતના પરિવારના સભ્યોને મળવા માટે સાંજે સાડા સાત વાગ્યે હાથરસ જિલ્લાના ગામની અંદર પહોંચ્યા હતા.

આ પછી, તે બંને એક રૂમની અંદર પીડિતાના પરિવારને મળ્યા. મીટિંગ બાદ પ્રિયંકા ગાંધીએ મૃત કિશોરની માતાને તેને ભેટી હતી, આ દરમિયાન બંધ ઓરડાની અંદર ૨૫ મિનિટ સુધી મુલાકાત અને વાતચીત ચાલી હતી. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર રાહુલ ગાંધીએ પરિવારને પૂછ્યું કે તમને લાગે છે કે તમને ન્યાય મળશે? આ પછી પરિવારે કહ્યું કે તમે (રાહુલ ગાંધી) અમને ન્યાય અપાવો. પીડિત પરિવારને મળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે આ દુઃખની ઘડીમાં તે પરિવાર સાથે છે. પ્રિયંકાએ કહ્યું કે જ્યાં પણ અન્યાય થશે ત્યાં અમે તેની સામે લડીશું. તેમણે કહ્યું કે પીડિતાના પરિવારજનો યુવતીનો ચહેરો પણ જોઈ શક્યા નહીં. તેમણે કહ્યું કે પરિવારની કેટલીક માગ છે. તેમને ન્યાયિક તપાસની ઇચ્છા છે. આ સિવાય તેઓએ સુરક્ષાની માગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારે હાથરસ જવા નીકળેલા રાહુલ અને પ્રિયંકાના કાફલાને પોલીસે નોઈડામાં રોક્યા હતા. ખૂબ જ જહેમત બાદ પોલીસે પાંચ લોકોની સાથે રાહુલ ગાંધીને હાથરસ જવા દીધા. તે જ સમયે, કોંગ્રેસના અન્ય નેતાઓ મલ્લિકાર્જુન ખડગ અને રણદીપ સુરજેવાલાને પોલીસે અટકાવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિપક્ષે રાહુલની હાથરસની મુલાકાતને નિશાન બનાવ્યા છે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ રાહુલની હાથરસ મુલાકાતને રાજકીય સ્ટંટ ગણાવી હતી, ત્યારે યોગીના પ્રધાન સિદ્ધાર્થ નાથ સિંહે પ્રહાર કરતા કહ્યું હતું કે રાહુલ અને પ્રિયંકાએ હાથરસને પર્યટન સ્થળ બનાવ્યા છે. સીએમ યોગીને મળવા આવેલા કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ હાથરસના ડીએમ પર કાર્યવાહીની વાત કરી છે. લખનઉમાં યુપી કોંગ્રેસના વડા અજય લલ્લુને હાઉસ એરેસ્ટ કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.