રાહુલ અને બહેન પ્રિયંકા ગાંધી વીરભદ્રસિંહને યાદ કરતા ભાવુક થયા

નવીદિલ્હી: કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ હિમાચલ પ્રદેશનાં છ વખતનાં મુખ્યમંત્રી રહી ચૂકેલા કોંગ્રેસનાં દિગ્ગજ નેતા વીરભદ્રસિંહનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે વીરભદ્રસિંહજી ખરા અર્થમાં દિગ્ગજ નેતા હતા.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, તેમણે જે રીતે જનતા અને કોંગ્રેસ પક્ષની સેવા કરી છે તે હંમેશાં એક વિશેષ ઉદાહરણ રહેશે. હું તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે દુઃખ વ્યક્ત કરું છું. અમે તેમને ભૂલી શકીશું નહીં.
પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસનાં દિગ્ગજ નેતાને શ્રદ્ધાંજલિ આપતાં ટ્વીટ કર્યું હતું કે, રાજકારણમાં વિશાળ પર્વતો જેવુ કદ ધરાવતા અને દેવભૂમિ હિમાચલને નવી ઉંચાઈઓ સુધી લઇ જનાર પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા શ્રી વીરભદ્ર સિંબજીનાં નિધનથી અમને બધાને એક અપૂર્ણીય ક્ષતિ થઇ છે. ઈશ્વર શ્રી વીરભદ્રસિંહજીને ચરણોમાં સ્થાન આપે. નમ્ર શ્રદ્ધાંજલિ.
ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશનાં છ વખતનાં મુખ્યમંત્રી અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા વીરભદ્ર સિંહનું ૮૭ વર્ષની વયે અવસાન થયું છે. શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ગુરુવારે વહેલી તકે લાંબા ગાળાની બીમારી બાદ સિંહનું ૮૭ વર્ષની વયે અવસાન થયું હતું. વીરભદ્ર સિંહનું ગુરુવારે સવારે ૩.૪૦ વાગ્યે અવસાન થયું હતું. ફરી કોરોના પોઝિટિવ થયા બાદ શિમલાનાં આઈજીએમસીમાં, સારવાર હેઠળ હતા. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાનાં અવસાનથી રાજ્યમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.