રાહુલ ગાંધીએ શેરબજારમાં મોટુ કૌંભાંડ થયુ હોવાની આશંકા દર્શાવતાં તપાસની માંગ કરી
સરકારે શેરમાર્કેટ અંગે લોકોમાં ભ્રમ ફેલાવ્યોઃ રાહુલ ગાંધી
(એજન્સી)નવી દિલ્હી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ અને પરિણામોના દિવસે શેરબજારમાં મોટી ઉથલપાથલ મામલે તપાસની માંગ કરી છે. આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ શેરબજારમાં મોટુ કૌંભાંડ થયુ હોવાની આશંકા દર્શાવતાં તપાસની માગ કરી છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે, લોકસભા ચૂંટણી દરમિયાન અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને શેરમાર્કેટમાં રોકાણ કરવા કેમ કહ્યું હતું. એÂક્ઝટ પોલના પગલે ૩ જૂને શેરબજારમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો, બાદમાં ૪ જૂને મોટો કડાકો નોંધાતાં લોકોના ૩૦ લાખ કરોડથી વધુ ધોવાઈ ગયા હતા. આ મામલે રાહુલ ગાંધીએ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી દ્વારા તપાસ હાથ ધરવા માંગ કરી છે.
વધુમાં રાહુલ ગાંધીએ એક્ઝિટ પોલ એજન્સીઓની NDA સરકાર સાથે મિલીભગત હોવાનો દાવો પણ કર્યો હતો. ભાજપ અને એÂક્ઝટ પોલ એજન્સી વચ્ચે કનેક્શન હોવાનો આક્ષેપ મૂક્યો હતો.
રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો છે કે, સરકારે શેરમાર્કેટ અંગે લોકોમાં ભ્રમ ફેલાવ્યો છે. ભાજપના બે દિગ્ગજો અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી દરમિયાન લોકોને શેરબજારમાં રોકાણ કરવા સલાહ આપી હતી.
જેમાં મોદીએ કહ્યું હતું કે, સૌ કોઈ શેરબજારમાં રોકાણ કરી લે, ૪ જૂન બાદ શેરબજાર તેજીથી દોડશે, જેને ઓપરેટર્સ પણ હેન્ડલ કરી શકશે નહીં. ૩ જૂને શેરબજારમાં આકર્ષક ઉછાળો નોંધાવી ૪ જૂને કડડભૂસ થયુ હતું. જેમાં રોકાણકારોએ ૩૧ લાખ કરોડથી વધુ મૂડી ગુમાવી હતી.